Yuval Noah Harari
2 Books / Date of Birth:- 24-02-1976
ડૉ. યુવલ નોઆ હરારી ઇઝરાયેલના ઇતિહાસકાર છે. તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં Ph.D. કર્યું છે અને વિશ્વ ઇતિહાસમાં વિશેષતા મેળવ્યા બાદ હવે જેરુસલેમની હિબ્રૂ યુનિવર્સિટીમાં ભણાવે છે. તેમનું સંશોધન વ્યાપક પ્રશ્નો પર કેન્દ્રિત છે, જેમ કે ઇતિહાસ અને બાયૉલૉજીને શું સંબંધ છે? શું ઇતિહાસમાં જસ્ટિસ છે? શું ઇતિહાસના ડેવલપમૅન્ટની સાથે લોકો સુખી થયા છે?હરારી દુનિયાભરમાં ધૂમ વેચાતાં અને વંચાતાં ત્રણ પુસ્તકોના લેખક છે: Sapiens : A Brief History of Humankind, Homo Deus : A Brief History of Tomorrow અને 21 Lessons for the 21st Century. હરારીના ઑનલાઇન કૉર્સ A Brief History of Humankindમાં 65,000 લોકોએ ભાગ લીધો છે. પ્રસ્તુત પુસ્તક `Sapiens' હિબ્રૂમાં 2011માં અને અંગ્રેજીમાં 2014માં પ્રકાશિત થયું હતું. તે પછી તેનો લગભગ 50 ભાષાઓમાં અનુવાદ થયો છે અને અત્યાર સુધીમાં તેની કરોડો નકલો વેચાઈ ચૂકી છે. માઇક્રોસૉફ્ટના સ્થાપક બિલ ગેટ્સનાં દસ મનગમતાં પુસ્તકોમાં સેપિયન્સનો સમાવેશ થાય છે.
Social Links:-

Showing all 2 results