Mukundaray Parasharya
10 Books / Date of Birth:- 13-02-1914 / Date of Death:- 20-05-1985
મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી, ‘પારાશર્ય’ : કવિ, વિવેચક, ચરિત્રકાર. જન્મ મોરબીમાં. ૧૯૩૩માં મેટ્રિક. ૧૯૪૦માં ઇતિહાસ – અર્થશાસ્ત્ર વિષયો સાથે શામળદાસ કૉલેજ, ભાવનગરથી બી.એ. પ્રારંભમાં કંટ્રોલ ખાતામાં કારકુન. ૧૯૪૬માં ડેપ્યુટી કંટ્રોલર. ૧૯૪૮માં એ ક્ષેત્રમાંથી છૂટા થઈ ભારત લાઈન લિ., સ્ટીમર કંપની, ભાવનગરમાં ક્લાર્ક. ૧૯૭૬માં નિવૃત્ત. ભારતીય પરંપરા સાથે અનુસંધિત પ્રશિષ્ટ સંસ્કૃત પૌઢિ અને અધ્યાત્મચિંતનને પ્રગટ કરતું એમનું સાહિત્ય વિવિધ સ્વરૂપોમાં મળ્યું છે, જેમાં ‘મારી મોટીબા અને સત્યકથાઓ’ વગેરે વ્યક્તિચિત્રોમાં લેખકની સજ્જતા અને શિષ્ટ ગદ્યની ગરિમા ધ્યાન ખેંચે છે.