Jayantikabahen Jayanarayan Bhatt
1 Book / Date of Birth:- 26-08-1950
જન્મ તા : 26-08-1950, અમદાવાદ. શિક્ષણ (એમ.એ., બી.ઍડ્. સંસ્કૃત વેદાન્ત), શાળાકીય શિક્ષણ ગુજરાત લૉ સોસાયટી સ્કૂલ, અમદાવાદ. ઉચ્ચશિક્ષણ : એચ. કે. આર્ટ્સ કૉલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. શિક્ષણ કાર્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષિકા શ્રી સરસ્વતી વિદ્યાલય, નવા ભવનાથ, શ્રી ટાકાટૂકા હાઈસ્કૂલ તથા શ્રી વાંકાનેર હાઈસ્કૂલ, ભિલોડા, અરવલ્લી જિલ્લો. માતા-પિતા પિતા : શાસ્ત્રી જયનારાયણ મુક્તિરામ ભટ્ટ, (જાદર, સાબરકાંઠા), કાશી બનારસથી સંસ્કૃત વ્યાકરણાચાર્ય (ગ્રૅજ્યુએશન), નડિયાદ સંસ્કૃત પાઠશાળામાં અધ્યયન. નવજીવનપ્રેસ તથા સસ્તુ સાહિત્ય અખંડઆનંદ, આશીર્વાદ તથા વિશ્વમંગલમ્ જેવા માસિકોનું સંપાદન, સંન્યાસ આશ્રમ અમદાવાદમાં કર્મકાંડ તથા યજ્ઞકાર્યમાં આચાર્યપદ તથા જ્યોતિષશાસ્ત્રી. માતા : શાંતાગૌરી માધવલાલ ભટ્ટ, (ઈલોલ, સાબરકાંઠા), આદર્શ ગૃહિણી તથા પ્રેમાળ માતા. સામાજિક સેવા સાબરકાંઠા-ભિલોડા મતવિસ્તારના જિલ્લા પંચાયત સદસ્ય તથા જિલ્લા આરોગ્ય સમિતિનું ચૅરમૅન પદ, સાબરકાંઠા-ગુજરાત પ્રદેશ તેમજ નાગપુર, દિલ્હી વગેરે સ્થળોએ યોજાયેલ બહેનો માટે સ્ત્રીસશક્તિકરણ તથા નેતૃત્વની તાલીમ શિબિરોમાં પ્રતિનિધિત્વ, આત્મનિર્ભર તથા શિક્ષિત થવા વિદ્યાર્થીઓ તથા બહેનોને પ્રેરણા. શામળાજી પ્રદેશમાં સામાજિક-ધાર્મિક સેવાકાર્યો. શ્રીરામજન્મભૂમિ અયોધ્યા સેવાકાર્ય. લેખનકાર્ય સાધના સાપ્તાહિકમાં કૉલમિસ્ટ તથા લેખિકા.

Showing the single result