Kiran Bedi
4 Books / Date of Birth:- 09-06-1949
કિરણ બેદી એ એક નિવૃત્ત ભારતીય પોલીસ સેવા અધિકારી, સામાજિક કાર્યકર્તા, ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી અને રાજકારણી છે, જેઓ પોંડિચેરીના વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર છે. તેઓ ભારતીય પોલીસ સેવામાં જોડાનાર પ્રથમ મહિલા છે. 2007માં સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા પહેલાં 35 વર્ષ સુધી તેમણે બ્યૂરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની સેવામાં રહ્યાં હતા. તેઓએ 1966માં રાષ્ટ્રીય જુનિયર ટેનિસ ચેમ્પિયન બન્યા હતા. 1965-78 ની વચ્ચે, તેમણે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ચૅમ્પિયનશિપમાં અનેક ટાઇટલ જીત્યા. તેમણે દિલ્હીની ચાણક્યપુરી વિસ્તારમાં સહાયક સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ તરીકે પોતાની કારકીર્દી શરૂ કરી. ટ્રાફિક પોલીસ અધિકારી તરીકે, તેમણે દિલ્હીમાં 1982માં એશિયન ગૅમ્સ માટે ટ્રાફિકની વ્યવસ્થા અને ગોવામાં 1983ની CHOGM બેઠકની દેખરેખ રાખી. 1994માં તેમને રેમન મેગ્સેસ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 2003માં, તેઓ યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલના પોલીસ સલાહકાર તરીકે નિમણૂક કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા. તેઓ ઇન્ડિયા વિઝન ફાઉન્ડેશન ચલાવે છે.
Social Links:-