Bole Zina Mor
₹220.00બોલે ઝીણા મોર વિષયો અને રજૂઆતમાં વૈવિધ્ય ધરાવતા નિબંધોનો સંચય છે. બદલાતી ઋતુઓ સાથે તેમાં આપણી આસપાસની પ્રકૃતિનું પ્રસન્નરૃપ છે તો સાથે સાથે કોઈ ફિલ્મ, કવિતા, વાર્તા કે વ્યક્તિવિશેષનો અંતરંગ પરિચય છે. લલિત નિબંધની બાંધેલી પરિભાષાની બહાર નીકળી જવા કરતાં આ નિબંધો વાચકો સાથેની હળવી ગોષ્ઠિ છે.
Category: Essays
Kanchanjangha
₹175.00કાંચનજંઘા - ભોળાભાઈ પટેલ `કાંચનજંઘા' આત્મલક્ષી લલિત નિબંધોનો વિશિષ્ટ સંગ્રહ છે. ઘણા નિબંધોની પૃષ્ઠભૂમિમાં નિબંધકારનો શાંતિનિકેતન નિવાસ અને ઇશાન ભારતમાં અસમપ્રદેશનું ભ્રમણ છે. નિબંધોમાં થતું સૌન્દર્ય નિરૂપણ લેખકની નિજી સંવેદનાથી અનુરણિત હોવાથી મર્મસ્પર્શી બને છે; તો બીજી બાજુ `ઘર' અને `રઢિયાળી રાત' જેવા નિબંધ ઘરવતનની ચિરંજીવ માયાનો સંસ્પર્શ ધરાવે છે.
Category: Essays
Koik Smit
₹95.00કોઈક સ્મિત `ડૂૂબકી શ્રેણી’ના ત્રીજા પુસ્તક `કોઈક સ્મિત’ના લેખોમાં માનવ મનના અંદર-બહારના જગતને વિચારો, સંવેદનો અને વિવિધ દૃષ્ટાંતો વડે આલેખવામાં આવ્યું છે. જેમ કોઈક સ્મિત, કોઈક સ્પર્શ કે કોઈકની હાજરી જીવનને ઉજાગર કરવામાં મદદ કરે છે તેમ સિદ્ધહસ્ત કલમે લખાયેલા આ લેખો પણ જીવનને ભારે ઉજ્જ્વળ બનાવવામાં મદદ કરે છે.
Category: Essays
Mali Matrubhasha Mane Gujarati
₹400.00મળી માતૃભાષા મને ગુજરાતી - ભોળાભાઈ પટેલ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સાહિત્યકારો વિશેના લેખો સાથે આ પુસ્તકમાં દેશ અને વિદેશના સાહિત્યની ચર્ચા સંગ્રહીત થયેલી છે. તેમ છતાં સમગ્ર ગ્રંથમાં ગુજરાતી ભાષાની અસ્મિતા અને ઉન્નયનનો આગ્રહ અન્તર્નિહિત છે. એ આગ્રહ કોઈ સાહિત્યકારના અભિનંદન નિમિત્તે કે કોઈ સાહિત્યકારને અપાયેલી અંજલિ રૂપે, કોઈ... read more
Category: Essays








































