શિવરાજપુર નામના ગામમાં રહેતા શિવ અને વિષ્ણુને નાનાં-મોટાં રહસ્યો ઉકેલવાં ગમે છે. એ કારણે જ આખા ગામ પર તેમનાં સાહસો આફત બનીને વરસી પડે છે. પણ શું થશે જ્યારે એમની સામે ઉનાળુ વૅકેશનમાં એક કદાવર રહસ્ય ઉકેલવાનું આવી જાય? શું એ આ વિરાટ કોયડાની સામે ઝીંક ઝીલી શકશે? બાવડેબાજ શિવ, સાહસી અને ચપળ વિષ્ણુ અને બુદ્ધિશાળી મધુની આ ટુકડી અબ્બુભાઈની માથે આવી પડેલા શિલાલેખની ચોરીના બોજને ઉતારવા માટે કામે લાગે છે. શિવ ચિત્રકારીની સાથે સાથે કસરતનો શોખ ધરાવે, વિષ્ણુ વાંચવાની સાથે નિરીક્ષણ કરવાની કાબેલિયત રાખે અને મધુ ખાવાની સાથે ઇતિહાસ-વિજ્ઞાનના અભ્યાસમાં ઉસ્તાદ છે. પણ આ ત્રિપુટી જેવી એક રહસ્યની નજીક પહોંચે ત્યાં બીજું રહસ્ય માથું ઊંચું કરી ઊભું હોય છે. બાળકો – કિશોરો સહિત મોટાઓની પણ જિજ્ઞાસાવૃત્તિ સંતોષતા પુસ્તક ‘શિવરાજપુરકાંડ’માં એક તરફ નાનાઓ માટે ગમ્મત અને સંસ્કારઘડતરના પ્રસંગો રહેલા છે, તો મોટાઓને પળેપળે જકડી રાખતી ક્રમબદ્ધ ઘટનાઓ રહેલી છે. શિલાલેખના ઉત્ખનનનું શું છે કારણ? કોણ છે શિલાલેખનો ચોર? કેવી રીતે એણે કાવતરું ઘડ્યું? પ્રશ્ન એ જ કે આ કારણોની સાથે ક્રિસ્ટોફર પ્રિસ્ટ ઇફેક્ટથી કેવી રીતે ગૂંચવાયેલું રહસ્ય ઉકેલાય છે એની રહસ્ય અને સાહસથી ભરપૂર કથા એટલે શિવરાજપુરકાંડ.
| Weight | 0.14 kg |
|---|---|
| Dimensions | 8.5 × 5.5 × 0.15 in |
| Binding | Book |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789361973772
Month & Year: May 2026
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 149
Dimension: 8.5 × 5.5 × 0.15 in
Weight: 0.14 kg
Additional Details
ISBN: 9789361973772
Month & Year: May 2026
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 149
Dimension: 8.5 × 5.5 × 0.15 in
Weight: 0.14 kg
























Be the first to review “Shivrajpurkand”
You must be logged in to post a review.