ભારતની બહાર સૌપ્રથમ વખત શ્રીકૃષ્ણભાવનામૃતને લઈ જઈને વિશ્વભરમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવનાર શ્રીલ પ્રભુપાદ સ્વામી વીસમી સદીના સર્વોત્તમ આધ્યાત્મિક ગુરુ છે. અમેરિકા જઈને થોડાં વર્ષોમાં એમણે `ઇસ્કૉન’ની સ્થાપના કરીને કોઈ કલ્પના પણ ન કરી શકે એવાં વિરાટ કાર્યો સિદ્ધ કર્યાં હતાં. શ્રી ચૈતન્ય મહાપ્રભુના ‘હરે કૃષ્ણ’ સંકીર્તનને અમેરિકાની યુવા પેઢીમાં અને પછી યુરોપ તથા વિશ્વભરમાં લોકપ્રિય બનાવનાર શ્રીલ પ્રભુપાદ સ્વામીની અજોડ સાહસ, સમર્પણ, સંઘર્ષ અને સિદ્ધિઓથી સભર જીવનકથાનું રસપ્રદ અને પ્રેરક આલેખન આ પુસ્તકમાં થયું છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સર્જક ડૉ. ઉષા ઉપાધ્યાયની કલમે આલેખાયેલું શ્રીલ પ્રભુપાદ સ્વામીનું આ જીવનચરિત્ર વાચકના હૃદયને વધારે નમ્ર, કરુણાસભર અને અધ્યાત્મમાર્ગી બનાવશે એવી શ્રદ્ધા છે.
| Weight | 0.400 kg |
|---|---|
| Dimensions | 8.5 × 5.5 × 0.5 in |
| Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 978-93-6197-147-1
Month & Year: August 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 392
Dimension: 8.5 × 5.5 × 0.5 in
Weight: 0.400 kg
Additional Details
ISBN: 978-93-6197-147-1
Month & Year: August 2025
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 392
Dimension: 8.5 × 5.5 × 0.5 in
Weight: 0.400 kg
Inspired by your browsing history
ICU
₹150.00ધારો કે એક ક્ષણ આપણે વિચારી લઈએ કે કોઈક દિવસ આપણે આંખો ખોલીએ ત્યારે આપણને જાણ થાય કે આપણે ICUના ખાટલા પર સૂતાં છીએ. આપણી આસપાસ ડૉક્ટરો દોડાદોડી કરી રહ્યા છે. આપણા સગાંવહાલાં એકદમ સ્વસ્થ તબિયત સાથે આપણી સામે ઊભાં છે. આપણને અચાનક એવો અહેસાસ થાય છે કે આપણી પરિસ્થિતિ ગંભીર છે. કેવું લાગશે આપણને ?
કેટલાંય કામો કરવાનાં બાકી રહી ગયાં હશે, કેટલીય વાતો અધૂરી રહી ગઈ હશે અને કેટલાય સંબંધો જીવવાના બાકી રહી ગયા હશે. કોઈને ગળે મળવાનું બાકી હશે, કોઈનો હાથ પકડવાનું બાકી હશે, કોઈને થૅન્ક્યુ કહેવાનું બાકી હશે. આપણા જીવનસફરમાં જેઓ સતત સાથે રહ્યા છે, તેમને પ્રેમ કરવાનો બાકી રહી ગયો હશે અને જેમને સતત પ્રેમ કર્યો છે, એમને કહેવાનું બાકી રહી ગયું હશે કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.
ટૂંકમાં, ICUના ખાટલા પર સૂતાં સૂતાં સામેથી પૂરપાટ ઝડપે જ્યારે મૃત્યુ આપણી તરફ આવતું હોય છે ત્યારે ICUના ખાટલા પર સૂતેલી વ્યક્તિને જ નહીં, તેની આસપાસ રહેલા લોકોને પણ એક ખજાનો મળતો હોય છે. એ ખજાનો છે; અફસોસનો. ICU એક પ્રતીતિ છે. સંબંધોની પ્રતીતિ, પ્રેમની પ્રતીતિ, ઘણું બધું કરવાનું હતું અને કશું જ ન કરી શક્યાની પ્રતીતિ અને સૌથી મહત્ત્વનું એ કે ગમતી વ્યક્તિને મન ભરીને ઊજવી ન શક્યાના અફસોસની પ્રતીતિ. જિંદગી કે સંબંધો વિશે જે અને જેટલી બાબતો એક ICU આપણને રિયલાઇઝ કરાવે છે, એવું રિયલાઇઝેશન આ દુનિયા પરનું બીજું કોઈ જ સ્થળ આપણને નથી કરાવતું.

Be the first to review “Vishvaguru Shrila Prabhupada”
You must be logged in to post a review.