Anant Busa
1 Book
ઈ.સ. 1937માં ભાવનગરના મહુવામાં જન્મેલા અનંત બુસા બાળપણથી જ અભ્યાસપ્રેમી અને જિજ્ઞાસુ સ્વભાવ ધરાવતા હતા. ભાવનગરમાંથી B.Sc. અને અમદાવાદમાંથી M.Sc. સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ મુંબઈ યુનિવર્સિટીની B.Ed. ડિગ્રી મેળવી મુંબઈના ઘાટકોપરમાં વિજ્ઞાન અને ગણિતના શિક્ષક તરીકે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી.ઈ.સ. 1966માં પૂ.  ભાઈના પ્રથમ દર્શન થયા પછી વારંવાર પૂ.  ભાઈના દર્શને ગોંડલ આવતા. અંતરમાં રહેલી આધ્યાત્મિક તલપ વધુ પ્રબળ બનતાં, ઈ.સ. 1990માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ગોંડલમાં પૂ.  ભાઈના સાંનિધ્યમાં આધ્યાત્મિક જીવનનો પ્રારંભ કર્યો જેમાં તેમને અલૌકિક દિવ્યતાના અનુભવો થયા. ઈ.સ. 2004થી 2013 સુધી તેમને પૂ.  ભાઈની અંગત સેવાનો અમૂલ્ય અવસર મળ્યો.તેમણે સ્વામી રામસુખદાસના ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ ‘સહજ સમાધિ ભલી’ નામે કર્યો છે. પૂ.  ભાઈના આશીર્વાદથી અનંત બુસાના જીવનમાં નિર્ભયતા, નિશ્ચિંતતા, પ્રભુ નિર્ભરતા સાથે આનંદનો પ્રવાહ સદાય વહી રહ્યો હોય તેવું પ્રતિબિંબિત થાય છે.

Showing the single result

  • Sarvaani

    ₹349.00

    Every human being is potentially divine. અનંતને માપવા કરતાં તેને પામવાનું ધ્યેય રાખવું. નામસ્મરણ જ સાચો રાજમાર્ગ છે. નામ અને નામી અભિન્ન છે. નામ ચિન્મય છે. જગત માટેની આસક્તિ એ મોહ છે; પ્રભુ માટેની આસક્તિ એ પ્રેમ છે. ભગવાનને શરણાગત થવું એ જ પરમ પુરુષાર્થ છે. જ્યારે અહમ્ સંપૂર્ણ ઓગળે... read more

    By Nathalal Joshi (Pu. Bhai), Anant Busa
    Category: Latest
    Category: Spiritual
    Add to cart