-
Aa Chhe Karagar
₹150.00તખતાના પડદા પાછળ પણ એક નાટક હોય છે, જે સ્વયં લખાય છે અને સ્વયં જ ભજવાય છે. અખબારમાં ચાર લીટીનાં સમાચાર વાંચ્યા કે તિહાર જેલમાં ચાર્લ્સ શોભરાજના ડ્રગ્સના વેપારના કારોબાર સામે અવાજ ઉઠાવનાર આસિસ્ટન્ટ જેલરની બદલી બિહારના ગામડામાં થઈ. વાત બસ આટલી જ. ૧૯૮૫ની આ ઘટના. જેલ એટલે સમાજનો અંતિમ... read more
Category: New Arrivals
Category: Play
-
Banshaiya
₹499.00સ્વાતંત્ર્યસંગ્રામ સાથે દેશ માટે પણ એ સમાજસુધારણાનો, નવજાગૃતિકાળનો સમય હતો. ઘરસંસારની ક્ષિતિજો વિસ્તરતી જતી હતી. એ સમયે કન્યાવિક્રય પ્રચલિત હતો. જોકે આજે પણ જુદા જુદા સ્વરૂપે ક્યાં નથી. આઠ-નવ વર્ષની કુમળી દીકરીને બીજવર, ત્રીજવરને પરણાવી દઈ મા-બાપો મોકળાં થઈ જતાં. દુષ્કાળ જેવા સમયમાં તો શ્રીમંત શેઠિયાઓ ખાસ ગામડે ઊતરી પડતા.... read more
Category: Latest
Category: New Arrivals
Category: Novel
-
Mandodari
₹100.00સીતા, દ્રૌપદી અને મંદોદરી સ્ત્રીજીવનનાં કેવાં અલગઅલગ પાસાંને વ્યક્ત કરે છે! ત્રણેય અયૌનિક. સીતા ધરતીપુત્રી, મંદોદરી વિષ્ણુનાં ચંદનલેપમાંથી ઉત્પન્ન થયેલી, દ્રૌપદી અગ્નિકન્યા. પ્રતાપી પતિઓની પત્નીઓ છતાં કેવી યાતના ભોગવવી પડી! ત્રણેય પૌરાણિક છતાં સર્વકાલીન. મંદોદરી રાવણની યુદ્ધમંત્રી, શતરંજની શોધક. આસુરભાર્યાના કાંટાળા સુવર્ણમુકુટથી જીવનભર કેવી પીડા ભોગવી હશે! એના આરાધ્યદેવ રામ.... read more
Category: Ekanki
Category: New Arrivals
-
Pachha Farata
₹175.00પિતાના બંગલાની આ ઊંચી અને અડીખમ દીવાલોની પેલે પાર શ્યામા ચાલી ગઈ હતી, અને આજે વીસ વર્ષ પછી એ કેડી પર પોતાના ભૂંસાયેલા શૈશવનાં પગલાં શોધતી એ પાછી ફરી હતી. ક્ષણભર એ મોટા તોતિંગ દરવાજાની વચ્ચે ઊભી રહી. ઓહ! આટલાં વર્ષો આ ઘરને જાણે સ્પર્શ્યાં વિના જ વહી ગયાં હતાં,... read more
Category: 2023
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Category: Novel
-
Paglu Mandu Hu Avakashma
₹425.00ચલો, ખોલ દો નાવ... મુંબઈ જેવી તેજીલા તોખારની જેમ હણહણતી, પૂંછ ઉછાળી સતત દોડતી આ નગરીમાં મારો જન્મ અને દરિયાથી નજીક મારું ઘર. સદ્ભાગ્ય એવું કે સાગરકથાઓના સર્જકની હું દીકરી. દરિયાની ખારી ગંધ અને મોજાંનો ઉછાળ મારાં લોહીમાં. ક્વીન્સ નેકલેસ, મરીન ડ્રાઇવ, મારું પ્રિય સ્થળ. ઋતુએ ઋતુએ નવા કલેવર ધારણ... read more
Category: Autobiography
Category: New Arrivals
-
-
Swadika Kambodiya
₹150.00અંકોરવાટ મંદિરનું પ્રથમ દર્શન! અવિસ્મરણીય. એબ્સોલ્યુટલી મેજીકલ. મિસ્ટીરીયસ. મેસ્મરાઇઝીંગ. હજાર ફીટ લાંબો પૂલ સુંદર કમળથી છલોછલ તળાવ પર થઇ મંદિર સુધી લઇ જાય છે. મંદિરની પ્રદક્ષિણા કરતાં દીવાલો પર રામાયણનાં અસંખ્ય પ્રસંગો સરસ કંડારેલા છે. મહાભારતનાં પાત્રો પણ અહીં વિરાજે છે. મારા દેશનાં બે મહાકાવ્યોને જોતાં જ હું પ્રસન્નતા અનુભવું... read more
Category: Travelogue
-
Ananddhara
₹200.00આનંદધારા એક વાર અચાનક હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી મેરીલીન મનરોની આત્મકથા હાથમાં આવી. આખી સાંજ ઘરમાં એકલી હતી. કુતૂહલ ખાતર થોડાં પાનાં ઉથલાવ્યાં. થોડાં વાંચ્યાં. અને પુસ્તકે મારણવિદ્યાનો મંત્ર ભણ્યો હોય એમ મારે આખું પુસ્તક ફરી ફરીને વાંચવું પડ્યું. મેરીલિન એટલે સેક્સ બૉમ્બ... મેરીલિન એટલે પુરુષોની ભૂખી... ફણ આ એક બીજી... read more
Category: Novel
-
Anasar
₹300.00સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત નવલકથા અણસાર વર્ષાબહેને નવલકથાઓમાં પોતાનો મૌલિક અવાજ ગુજરાતી પ્રજાને સંભળાવ્યો છે. તેમણે સંવેદનશીલતાની આરાધના કરી છે. ‘અણસાર’ને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો તે યોગ્ય જ છે. - ગુણવંત શાહ ‘અણસાર’ જેવી નવલકથા ગુજરાતી ભાષામાં તો વારંવાર વાંચવા મળતી નથી. - દીપક મહેતા ‘અણસાર’માં ભાષાની પ્રવાહીતા અને... read more
Category: Novel
-
-
Avaj No Aakar
₹110.00પશ્ચિમના સાહિત્યમાં રહસ્યકથાની સામ્રાજ્ઞી બની ગયેલાં અગાથા ક્રીસ્ટીને પણ પસંદ પડી જાય એવાં અટપટા અને રૂંવાડા ઊભા કરી નાંખતા રહસ્યોની હારમાળા લઈને આવતી આ રહસ્યકથા તમે જેમ જેમ વાંચતા જશો તેમ તેમ એ દુનિયામાં તમે એટલા લીન-તલ્લીન બની જશો કે કથા પૂરી કર્યા પછી પણ તમે વાસ્તવિકતાને સ્વીકારી નહીં શકો!... read more
Category: Novel
-
Bandivan
₹325.00બંદીવાન વર્ષા અડાલજા જિંદગી જબ મૌન કારાગાર હો "ગંગાજલ ડાલ દિયા?" "લાઇટ આઉટ કિયા?" ૧૯૭૯થી બિહારના ભાગલપુરમાં કેદીઓની આંખમાં સોયા ખોસી, છિદ્રમાં એસિડ, નાંખી તેમને અંધ બનાવવાનો ભયાનક સિલસિલો ચાલુ હતો. ગંગાજલ એટલે એસિડ. લાઇટ આઉટ કિયા એટલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ, જેલ ઑફિસરોને પૂછતો, કેદી આંધળો થઈ ગયો ને! આ ટ્રીગર... read more
Category: Novel
-
Chhevat Nu Chhevat
₹199.00એક કોકાકોલા પ્લીઝ... ડ્રિંક બ્યુટીફુલ લેડી... ડાન્સ લેટ અસ ડાન્સ. ડૉક્ટર મહેતા ફક્કડ હસે છે... હવામાં વેદનાભરી ચીસ પછડાઈ... એક ગંધાઈ ઊઠેલી લાશ... એક સિસકારો. ફફડતા હોઠ અને શાંતિ જરાક ખળભળી સ્થિર થઈ ગઈ... ઇન્સ્પેક્ટર ઉદય મલક્યા... આવા નીરસ ખૂન અને ચોરીનાં મામલામાં જરા પ્રણયનો રંગ ભળે ત્યારે જ મજા... read more
Category: Novel
-
Crossroad
₹499.00ક્રોસરોડ નવી સદીની મહાન નવલકથા : સમયના બદલાતા ચહેરાનો ઇતિહાસ! આપણું રાષ્ટ્રીય ખમીર ઝંખવાતું ચાલ્યું છે. કહેવાય છે પ્રજાને સ્મૃતિલોપનો અભિશાપ છે પણ ઇતિહાસને એ કઈ રીતે પરવડે? તવારીખની તિરાડોમાં એવાં કેટલાંય પાત્રો-ઘટનાઓ ભરાઈ રહ્યાં હોય છે કે તેને ભૂલી ન જવાય તો જ નવાઈ. ધરતીમાં ઊંડે ઊંડે દટાયેલાં કિંમતી... read more
Category: Novel
-
-
-
-
Laxagruh
₹325.00લાક્ષાગૃહ - હલ્લો, ગૂડમોર્નિંગ એવરીબડી. લેચ કીને આંગળીએ ઝુલાવતી ખુલ્લા દરવાજામાં કાજલ ઊભી હતી. કાજલને અચાનક આવેલી જોતાં સૌ સ્તબ્ધ થઈ ગયાં. ચૂપકીદી. હવામાં સન્નાટો. - ક્યાં ગઈ હતી તું? તું કોની સાથે ક્યાં ગઈ હતી? બોલતાં બોલતાં ધીરુભાઈ કાજલ તરફ ધસી ગયા, આંધળા રોષમાં હાથ ઉગામ્યો. ખુલ્લી તલવારની ધારને... read more
Category: Novel
-
Mare Pan Ek Ghar Hoy
₹149.00બે બહેનો વચ્ચેના પ્રેમ અને ધિક્કાર વચ્ચે ઝોલાં ખાતા એક નાજુક સંબંધની આ વાત છે. માનસિક રોગથી પીડાતી નાની બહેન તરફ પોતાને અનુકંપા છે; પ્રેમ છે એમ માનતી લીનાને ખબર પડે છે કે ના, એ પ્રેમ ન હતો... પ્રેમનું સંતર્પક વારિ તો ક્યારનુંય સુકાઈ ગયું'તું. રહ્યો’તો કેવળ ધિક્કારનો કીચડ... ને... read more
Category: Novel
-
Mati Nu Ghar
₹199.00ધરતી પરનું સ્વર્ગ એટલે ઘર. ધરતીનો છેડો એટલે ઘર. ઘર એટલે સલામતી, પ્રેમ, હૂંફ. પણ એ જ માટીના ઘરના નેવેથી ટપ ટપ આંસુ ચૂવે છે અને દીવાલો પરથી ઉના નિશ્વાસના પોપડા ખરે છે. હૂહૂકાર કરતું વાવાઝોડું ફૂંકાય છે ત્યારે માટીના ઘરની દીવાલો ધસી પડે છે, ને જેણે એક દિવસ શરણાઈના... read more
Category: Novel
-
Mrutyudand
₹350.00મૃત્યુદંડ રહસ્યકથા એટલે ‘ખૂની ખોપરી’ કે ‘ભેદી સંદૂક માત્ર જ નહીં. માનવમન પણ શું ઓછું રહસ્યમય છે! મંદિરના ગર્ભદ્વારની જેમ આછા અંધકારમાં થોડું ભયાવહ અને અજ્ઞાત, થોડું પ્રકાશિત અને સુંદર. એક વ્યક્તિ મૃત્યુ પામે છે અને અચાનક અનેક સ્વજનો-સંબંધીઓના જીવનમાં ધનવર્ષા થાય છે, અને ત્યાં જ અત્યાર સુધીનાં આત્મીય સંબંધોનાં... read more
Category: Novel
































