બાળકોની સ્કૂલ પિકનિકની બસને ભયંકર અકસ્માતના ખબર મળતાં જ રત્ના ભાંગી પડી. નિશા અને ગૌરી સાથે કાર દોડાવી અને પુના ઘાટ પર પહોંચી ગઈ. બહુ ખરાબ અકસ્માત હતો. માતાપિતાનાં આક્રંદથી પહાડ પણ ધ્રૂજી ઊઠ્યો હતો.
અર્જુન ઘવાયો હતો, પણ ટ્રીટમેન્ટ પછી ઍમ્બ્યુલન્સમાં રત્ના દીકરાને ઘરે લાવી. પતિ અમેરિકાથી કૉન્ફરન્સ પડતી મૂકી ફ્લાઇટ બદલતાં ઘરે પહોંચતાં જ જગમોહન અર્જુનના રૂમમાં દોડી ગયા.
અર્જુનને એના બેડરૂમની બારી પાસે જ સૂવું છે, જ્યાંથી તેને દેખાય છે બંગલાનું પાછલું આંગણું, જ્યાં સંજુ સાથે એણે બર્થડે હજી હમણાં જ ઉજવ્યો હતો. જગમોહન આવતાંવેંત અર્જુનને વળગી પડ્યા,
‘બેટા, તારે માટે સરસ ગેમ લાવ્યો છું, તું ઠીક થઈ જા, આપણે પાર્ટી રાખીશું. સેલિબ્રેશન…
‘પણ એમાં મારો બેસ્ટ ફ્રૅન્ડ નહીં આવે. પાર્ટીની જરૂર નથી’
‘સૉરી બેટા, હું ભૂલી ગયો સંજુ હવે…’
રત્નાએ ધીમા સૂરે કહ્યું
‘એનાં માબાપ તો તરત ગામ ચાલી ગયાં. તમે કહેતા કે અભણ નોકરનો દીકરો સંજુ. પણ શું માબાપના સંસ્કાર! એટલા દુઃખમાંય દીકરાનું અંગદાન કર્યું અને…’
અર્જુન પથારીમાં બેઠો થયો,
‘અને એ મારો બેસ્ટ ફ્રૅન્ડ હતો. તમને અમે સાથે રમીએ તે ન ગમતું ને! પણ હવે અમે ક્યારેય જુદા નહીં પડીએ.’
જગમોહને ચમકીને અર્જુન સામે જોયું. એના ચહેરાની બે આંખો એમને તાકી રહી હતી
Inspired by your browsing history
ICU
₹150.00ધારો કે એક ક્ષણ આપણે વિચારી લઈએ કે કોઈક દિવસ આપણે આંખો ખોલીએ ત્યારે આપણને જાણ થાય કે આપણે ICUના ખાટલા પર સૂતાં છીએ. આપણી આસપાસ ડૉક્ટરો દોડાદોડી કરી રહ્યા છે. આપણા સગાંવહાલાં એકદમ સ્વસ્થ તબિયત સાથે આપણી સામે ઊભાં છે. આપણને અચાનક એવો અહેસાસ થાય છે કે આપણી પરિસ્થિતિ ગંભીર છે. કેવું લાગશે આપણને ?
કેટલાંય કામો કરવાનાં બાકી રહી ગયાં હશે, કેટલીય વાતો અધૂરી રહી ગઈ હશે અને કેટલાય સંબંધો જીવવાના બાકી રહી ગયા હશે. કોઈને ગળે મળવાનું બાકી હશે, કોઈનો હાથ પકડવાનું બાકી હશે, કોઈને થૅન્ક્યુ કહેવાનું બાકી હશે. આપણા જીવનસફરમાં જેઓ સતત સાથે રહ્યા છે, તેમને પ્રેમ કરવાનો બાકી રહી ગયો હશે અને જેમને સતત પ્રેમ કર્યો છે, એમને કહેવાનું બાકી રહી ગયું હશે કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.
ટૂંકમાં, ICUના ખાટલા પર સૂતાં સૂતાં સામેથી પૂરપાટ ઝડપે જ્યારે મૃત્યુ આપણી તરફ આવતું હોય છે ત્યારે ICUના ખાટલા પર સૂતેલી વ્યક્તિને જ નહીં, તેની આસપાસ રહેલા લોકોને પણ એક ખજાનો મળતો હોય છે. એ ખજાનો છે; અફસોસનો. ICU એક પ્રતીતિ છે. સંબંધોની પ્રતીતિ, પ્રેમની પ્રતીતિ, ઘણું બધું કરવાનું હતું અને કશું જ ન કરી શક્યાની પ્રતીતિ અને સૌથી મહત્ત્વનું એ કે ગમતી વ્યક્તિને મન ભરીને ઊજવી ન શક્યાના અફસોસની પ્રતીતિ. જિંદગી કે સંબંધો વિશે જે અને જેટલી બાબતો એક ICU આપણને રિયલાઇઝ કરાવે છે, એવું રિયલાઇઝેશન આ દુનિયા પરનું બીજું કોઈ જ સ્થળ આપણને નથી કરાવતું.
Be the first to review “Tari Aankhoma”
You must be logged in to post a review.