
વર્ષાની જલધારાઓ ત્રાટકે અવનિ પરે; ગિરિતરુવરો સૌને શ્રીકાર જલથી કરે. પત્ર-પુષ્પ-ફળો ભીનાં ધૌતગાત્ર હસી રહ્યાં; નદીનિર્ઝરનાં અંગો નર્તનોમાં વહી રહ્યાં. એમાં આ એક યોદ્ધો શો ફુવારો રણશૂર તે; ઝૂઝે છે એકલો વચ્ચે સૌની મસ્તક ઉન્નતે. નાનો ને નબળો તોયે હતાશા સેવતો નથી; ઊંચે ઊડી રહ્યો તેનું અભિમાન ભૂલ્યો નથી. પ્રચંડ... read more










