
Divya Jadav
1 Book
દિવ્યા જાદવનું પિયરનું વતન રાણા કેરાળા છે. સાસરું જૂનાગઢ જિલ્લાનું કાલવાણી ગામ છે. તેમનો જન્મ તા. 11-12-1986ના રોજ ઉપલેટા ગામે થયો છે. એમનો અભ્યાસ દસ ધોરણ સુધીનો છે. એમને શાળાનાં વાંચન કરતાં, ઇતરવાંચનનું પહેલેથી જ ઘેલું હતું.અભ્યાસ ઓછો વળી નાના ગામમાં રહેવાનું... એટલે એમની ભાષા ઘણી કાચી-પાકી રહી હતી. કાચી-પાકી ભાષા હોવા છતાં, એમનામાં રહેલું કૌવત વિવિધ સામયિકોના સંપાદકોને દેખાયું અને ભૂલવાળું લખાણ પણ એમણે વધાવ્યું અને જોડણી/ભાષાકીય સુધારા કરાવ્યા. આમ એક નવી લેખિકાના અનેક નિબંધો અને વાર્તાઓ દિગ્ગજ અનુભવી લેખકો સાથે પ્રકાશિત થવાં લાગ્યાં.પછી તો એમને થયું કે જ્યારે સાહિત્યએ મારા ઉપર કળશ ઢોળ્યો છે તો હું શું કામ પાછીપાની કરું? અને એમણે પૂરી મહેનતથી પોતાની ભાષા ઉપર કામ કરવાનું શરૂ કર્યું. હજુ પણ કરી રહ્યાં છે.એમ કહી શકાય કે લેખિકાએ સાહિત્યમાં આવવાનું નહોતું વિચાર્યું, પણ સ્વયં સાહિત્યએ લેખિકાનું ચયન કર્યું છે. એમની વાર્તાઓ અને લલિતનિબંધો પ્રતિષ્ઠિત સામયિકોમાં અવારનવાર પ્રકાશિત થતાં રહે છે. નવનીત સમર્પણમાં પ્રકાશિત થયેલી એમની વાર્તા ‘વેશ’ને, પ્રબોધરાય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ‘એકત્ર’ સામયિકમાં પ્રકાશિત થયેલી એમની વાર્તા ‘સાહેબ એક વાત કહું?’ને શરીફાબેન વીજળીવાળાએ એમના સંપાદનમાં સ્થાન આપ્યું છે. સામયિકોમાંથી આવતા પુરસ્કારોમાંથી ઘરમાં એક નાનકડી લાઇબ્રેરી બનાવવાનું એમનું સપનું પણ પૂરું કર્યું.
Falshruti
₹149.00‘ટૂંકી વાર્તા કેવળ ઘટના નથી, પરંતુ એ એક નવી ઘટના છે.’ - માય ડિયર જયુ * * * ઓચિંતા જ મારા ચિત્તમાં પ્રવેશીને ઊંઘવા ન દેનાર વાર્તાએ ક્યારેક મને હંફાવી પણ છે. વાર્તા એટલે સીધી ઘટના કે કોઈ અહેવાલ નહીં, વાર્તા એટલે માત્ર એક ક્ષણનો ઝબકારો. જેમ જેમ વાર્તાઓને નજીકથી... read more
By Divya Jadav
Category: Latest
Category: New Arrivals
Category: Short Stories











