સોનું એ સદીઓથી સૌના માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સોના માટે કાવાદાવાથી લઈને ખૂન સુધીની રક્તરંજિત ઘટનાઓ બનતી જ રહી છે. સોનાની દાણચારી અનેક દેશો અને પ્રદેશોમાં વર્ષોથી થાય છે.
દાણચોરી ઘટનાની આજુબાજુ ફરતી આવી જ એક સત્યઘટનાત્મક આ અનોખી પ્રેમકથા છે. આ વાત છે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ચાલેલી સોનાની દાણચોરીની અને નોખા અનોખા પ્રેમસંબંધની…
અજાડ ટાપુમાં કેટલું સોનું ભંડારાયેલું છે?
રાજા માનસિંહના મૃત્યુ પછી રાણી રાજલક્ષ્મી અને સાધુ શિવચરણદાસ વચ્ચે કેવો અદ્ભુત સંબંધ બંધાયો?
સલિમના મોના પ્રત્યેના એકપક્ષીય પ્રેમનું શું થયું?
કસ્ટમ ઑફિસર ચંદ્રશેખરે કેવી રીતે મોનાને રાણી રાજલક્ષ્મીની કેદમાંથી છોડાવી?
સલમાના દેહસૌંદર્યથી સલિમ શા માટે આકર્ષાયો?
પૂર્ણિમાનો ચાંદ ક્ષિતિજની ઉપર ઊંચે ઊઠી રહ્યો હતો, પણ સલીમને એ ઊગતા સૂરજ જેવો કેમ લાગ્યો?
…. છેલ્લે સલિમ, મોના, સલમા અને ચંદ્રશેખરનું શું થાય છે?
દાણચોરી, સરકાર, સત્તા અને પ્રેમસંબંધોની એક પછી એક બનતા પ્રસંગોની આ થ્રીલર નવલકથા તમને ચોંકાવી દેશે.


























Be the first to review “Suraj Ugyo Sanje”
You must be logged in to post a review.