Hu Tu Ane Aapne
₹250.00આજના સમયમાં સંબંધો સામે અનેક સવાલો છે. એવા સવાલો જેના જવાબ મળતા નથી. દાંપત્ય પણ અત્યારે દાવ પર લાગેલું છે. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રિલેશનશિપ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહી છે. આવું કેમ થાય છે? બધાંને પ્રેમ જોઈએ છે પણ જ્યારે વાત પ્રેમ કરવાની આવે છે ત્યારે માણસ પોતે જ... read more
Category: Inspirational
Hun, Sanatan
₹175.00તમારા નિબંધો અને ગદ્યથી હું પરિચિત છું. સંસ્કૃત અધ્યયનમાંથી પ્રાપ્ત સજ્જતા તેમાં દેખાય છે. એટલે તો તમને વડોદરાના કારાગારમાં (20 ઑક્ટોબર, 1976) પત્રમાં લખ્યું હતું કે સરસ્વતી હંસારુઢા ગણાય છે, પણ આપણા જમાનામાં તો તેનું નિવાસસ્થાન કારાગાર છે. તમે બહાર નીકળશો ત્યારે એકાદ નવલકથા, બે નિબંધસંગ્રહો અને નોંધપોથી લઈને જ... read more
Category: Novel
Hyperfocus
₹225.00Powerful Attention દ્વારા Best Results મેળવવાની ટૅક્નિક શું તમને લાગે છે કે તમારું Attention નબળું પડી ગયું છે? ઓછા Focusને કારણે તમને સારું પરિણામ નથી મળતું? શું Focusના અભાવે તમે કામની ગુણવત્તા અને સમયમાં સમાધાન કરો છો? જો તમે પણ Out of Focusની તકલીફથી હેરાન થતા હો તો, આ Hyperfocus... read more
Category: Self Help
ICU
₹150.00ધારો કે એક ક્ષણ આપણે વિચારી લઈએ કે કોઈક દિવસ આપણે આંખો ખોલીએ ત્યારે આપણને જાણ થાય કે આપણે ICUના ખાટલા પર સૂતાં છીએ. આપણી આસપાસ ડૉક્ટરો દોડાદોડી કરી રહ્યા છે. આપણા સગાંવહાલાં એકદમ સ્વસ્થ તબિયત સાથે આપણી સામે ઊભાં છે. આપણને અચાનક એવો અહેસાસ થાય છે કે આપણી પરિસ્થિતિ ગંભીર છે. કેવું લાગશે આપણને ?
કેટલાંય કામો કરવાનાં બાકી રહી ગયાં હશે, કેટલીય વાતો અધૂરી રહી ગઈ હશે અને કેટલાય સંબંધો જીવવાના બાકી રહી ગયા હશે. કોઈને ગળે મળવાનું બાકી હશે, કોઈનો હાથ પકડવાનું બાકી હશે, કોઈને થૅન્ક્યુ કહેવાનું બાકી હશે. આપણા જીવનસફરમાં જેઓ સતત સાથે રહ્યા છે, તેમને પ્રેમ કરવાનો બાકી રહી ગયો હશે અને જેમને સતત પ્રેમ કર્યો છે, એમને કહેવાનું બાકી રહી ગયું હશે કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.
ટૂંકમાં, ICUના ખાટલા પર સૂતાં સૂતાં સામેથી પૂરપાટ ઝડપે જ્યારે મૃત્યુ આપણી તરફ આવતું હોય છે ત્યારે ICUના ખાટલા પર સૂતેલી વ્યક્તિને જ નહીં, તેની આસપાસ રહેલા લોકોને પણ એક ખજાનો મળતો હોય છે. એ ખજાનો છે; અફસોસનો. ICU એક પ્રતીતિ છે. સંબંધોની પ્રતીતિ, પ્રેમની પ્રતીતિ, ઘણું બધું કરવાનું હતું અને કશું જ ન કરી શક્યાની પ્રતીતિ અને સૌથી મહત્ત્વનું એ કે ગમતી વ્યક્તિને મન ભરીને ઊજવી ન શક્યાના અફસોસની પ્રતીતિ. જિંદગી કે સંબંધો વિશે જે અને જેટલી બાબતો એક ICU આપણને રિયલાઇઝ કરાવે છે, એવું રિયલાઇઝેશન આ દુનિયા પરનું બીજું કોઈ જ સ્થળ આપણને નથી કરાવતું.
Category: Emotional Articles
Indradhanuno Aathmo Rang
₹425.00ઈન્દ્રધનુષની જેમ જ માનવીનું જીવન પણ સુખ અને દુ:ખના વિવિધ રંગોથી ભરેલું છે. સુખ, દુ:ખની કહેવાતી સ્પષ્ટ ભેદરેખામાં જ્યારે આઠમો રંગ Gray ઉમેરાય ત્યારે Dedly વાતાવરણ સર્જાતું હોય છે. વારસાગત સંસ્કારો અને લોહીની સગાઈની સામે જ્યારે માનવીની મનોવિકૃતિનો સંઘર્ષ થાય ત્યારે સરવાળે કોણ જીતે? સૃષ્ટિમાં સર્વત્ર જીવનની બેઢંગી... read more
Category: Novel
Indravati
₹250.00વેદનાનો માર્મિક દસ્તાવેજ માનવીની જેમ ભૂમિને પણ નિયતિ હોય ખરી? ‘ઇન્દ્રાવતી’ એવી ભૂમિની જન્મકુંડળી માંડે છે, જેણે પુરાણકાળમાં ઇન્દ્રપુરી જેવોવૈભવ ભોગવ્યા પછી હજારો વર્ષથી ઓળખ ગુમાવી દીધી હતી એ પછી તો સાબરમતીમાં ઘણાં જળ વહી ગયાં અને આખરે એક દિવસ એ સાવ સૂકીભઠ બની ગઈ. ત્યાં ઓચિંતું એનું કિસ્મત આળસ... read more
Category: Novel






































