Hun, Sanatan

Select format

In stock

Qty

તમારા નિબંધો અને ગદ્યથી હું પરિચિત છું. સંસ્કૃત અધ્યયનમાંથી પ્રાપ્ત સજ્જતા તેમાં દેખાય છે. એટલે તો તમને વડોદરાના કારાગારમાં (20 ઑક્ટોબર, 1976) પત્રમાં લખ્યું હતું કે સરસ્વતી હંસારુઢા ગણાય છે, પણ આપણા જમાનામાં તો તેનું નિવાસસ્થાન કારાગાર છે. તમે બહાર નીકળશો ત્યારે એકાદ નવલકથા, બે નિબંધસંગ્રહો અને નોંધપોથી લઈને જ નીકળશો, નહીં તો તમને છૂટવાની રજા જ નહીં મળે.
12-7-1980 – સુરેશ જોષી
* * *
ક્ષણવાર તે જોઈ રહ્યો. તેની વાત તો સાચી હતી. જિંદગીના યૌવનને તેણે સાધ્વીપણાના રંગમાં ઝબોળી દીધું હતું એટલું જ. તેજસ્વી ચહેરો, તામ્રવર્ણી દેહ, હાથમાં એક રુદ્રાક્ષનો દોરો અને છાતી સુધી પહોંચતી રુદ્રાક્ષમાલિકા. ગિરનારની ગુફા.
‘દેખો.. સૂન લો ઔર ફિર ભાગ નિકલો. વર્ના હમ તુમ્હેં કચ્ચા ખા જાયેંગે…’ તે ખડખડાટ હસી અને નીતિશતકના એક શ્લોકનો ભાવાર્થ સંભળાવ્યો:
દિવસના પૂર્વાર્ધની છાયાની જેમ દૂર્જન પુરુષની મૈત્રી આરંભે મોટી અને પછી ક્રમશઃ ક્ષય પામનારી છે. દિવસના ઉત્તરાર્ધની છાયાની જેમ સજ્જનની મૈત્રી પહેલાં થોડી અને પછી ક્રમેક્રમે વૃદ્ધિ પામે છે.
સનાતન સમજ્યો નહીં.
પછી સાવ અચાનક અગ્નિજ્વાળાનો એક ભાગ – બળતી ડાળખી – સનાનત તરફ ફેંકી. તે ફર્યો. ‘જા ભાગ જા, બચ્ચે, તુઝે તો અભી બહુત કુછ માયા-છાયા ખેલની હૈ!’
નવલકથામાંથી અંશ

SKU: 9789395556835 Categories: , , , , Tags: , , , , , , , , ,
Weight0.16 kg
Dimensions0.7 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Hun, Sanatan”

Additional Details

ISBN: 9789395556835

Month & Year: June 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 138

Dimension: 0.7 × 5.5 × 8.5 in

Weight: 0.16 kg

Additional Details

ISBN: 9789395556835

Month & Year: June 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 138

Dimension: 0.7 × 5.5 × 8.5 in

Weight: 0.16 kg