Sanjay S. Bhatt
1 Book
‘શિવ આપણા Role Model’ના લેખક શ્રી સંજય એસ. ભટ્ટ છેલ્લાં ત્રીસ વર્ષથી કૉર્પોરેટ જગતમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મૂળ અમરેલીના વતની અને છેલ્લાં ત્રીસ વર્ષથી વડોદરા સ્થિત શ્રી સંજય એસ. ભટ્ટે કંપની સચિવ તરીકે વિવિધ કંપનીઓમાં પોતાનું યોગદાન આપ્યું છે તેમજ અનેક સામાજિક અને આધ્યાત્મિક કાર્યોમાં પ્રયત્નશીલ રહે છે. કૉર્પોરેટજગતની વ્યસ્ત જિંદગીમાં જ્યાં ભૌતિક પ્રગતિનું વધારે મહત્ત્વ છે તેની વચ્ચે પણ સમયનો સદુપયોગ કરી આધ્યાત્મિક પ્રગતિ કેવી રીતે કરી શકાય તે વિષયમાં તેઓ વિશેષ રસ ધરાવે છે. દરેક માણસ માત્ર ભૌતિક પ્રગતિ જ નહીં પરંતુ વૈચારિક અને આધ્યાત્મિક પ્રગતિ કરે તે માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેઓ પોતાના વર્તમાન કાર્યકાળ દરમિયાન કૉર્પોરેટ સચિવ, કાયદા વિષયક કાર્યો, કૉર્પોરેટ કૉમ્યુનિકેશન અને કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટીના ક્ષેત્રમાં તેઓની સેવાઓ આપી રહ્યા છે. આ પુસ્તકમાં વર્ણવેલા તમામ પ્રસંગો, વિચારો કે વર્ણન કોઈપણ વ્યક્તિવિશેષ, સમાજ કે દેશ સાથે સંબંધિત નથી. આ તમામ વર્ણન શિવમહાપુરાણ, શ્રીમદ્ભાગવત, રામાયણ, મહાભારત વગેરે પુસ્તકો અને લેખકના પોતાના વ્યક્તિગત અનુભવોને આધારે કરેલ છે. આ પુસ્તકમાં આપેલ પ્રસંગો, વિચારો અને વર્ણનને લેખક જ્યાં વર્તમાનમાં કાર્યરત છે તે કંપની સાથે કોઈપણ સંબંધ નથી. અહીં આપેલ વર્ણન લેખકના પોતાના વ્યક્તિગત વિચારો છે.

Showing the single result

  • Shiv Aapana Role Model

    199.00

    ધર્મ એટલે શું? આર્ષદ્રષ્ટાઓ કહે છે, धारयति ईति धर्मः જે ધારણ કરે છે એ ધર્મ છે. ધર્મ એ છે જે સદા નૂતન છે. સમયના વહેણનો જેના પર કાટ નથી ચડતો એ ધર્મ છે. શિવ એ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના દેવતા છે. પરંતુ શિવસ્વરૂપ એ આધુનિક વિશ્વની વિડંબનાઓ ઓળંગવાનું પ્રેરક... read more

    By Sanjay S. Bhatt
    Category: Latest
    Category: New Arrivals
    Category: Spiritual
    Add to cart