સ્ત્રી-પુરુષનો પ્રેમ સદીઓથી વિવિધતાભર્યો રહ્યો છે. પૌરાણિક હોય કે ઐતિહાસિક, પ્રાચીન હોય કે અર્વાચીન, દેશ હોય કે વિદેશ – આપણી પાસે અઢળક પ્રેમકથાઓની અમૂલ્ય વિરાસત છે. રાધા-કૃષ્ણ, પૃથ્વીરાજ-સંયુક્તા, રોમિયો-જુલિયટ, લૈલા-મજનુ અને મીરાંબાઈથી લઈને અમૃતા પ્રીતમ સુધી – ઇશ્કની અગણિત દાસ્તાનોમાં પ્રેમસંબંધના અનેક રંગો ખીલ્યા છે.
આવો જ એક અનોખો રંગ લઈને આ પુસ્તક આવ્યું છે…
‘ગુલાબી સપનાંના ઉજાગરા’ હૃદયસ્પર્શી પ્રેમકહાણી છે… શિવાની-મંથન અને સિફત-સહજની. અહીં એકસાથે જિવાતી બે અલગ અલગ જિંદગીઓનાં પાત્રો આગળ જઈને એકતાંતણે ગૂંથાઈ જાય છે કે પછી નદીના બે સમાંતર કિનારાની માફક નજીક હોવા છતાં ક્યારેય મળતાં જ નથી…?
મંથન-શિવાનીનું મિલન ક્ષિતિજ પરના આકાશ અને ધરતીના મિલન જેવું આભાસી સત્ય છે કે પછી સાગર અને સરિતાના મિલન જેવું અફર સત્ય…?
સહજ-સિફતનો પ્રેમ ઓલ્ડ સ્કૂલ રોમાન્સ જેવો ક્લાસિક છે કે પછી મૉડર્ન-ડે લવ જેવો કન્ટેમ્પરરી…?
અહીં પ્રેમની એ ટીસ, ટ્વીસ્ટ, ઉન્સ, ઉલઝન, પીડા, પ્રાપ્તિ, તલબ, તૃપ્તિ, ખાલીપો, ખુશી, અજંપો, આશ્વાસન, મુગ્ધતા, મૅચ્યોરિટી… બધું જ છે.
આ પુસ્તક વાંચતી વખતે તમને તમારું કોઈ ‘ગુલાબી સપનું’ યાદ આવી જશે, જે તમને ‘મીઠો ઉજાગરો’ કરાવી જશે.
વાંચજો… ગમશે… તમારું હૃદય પણ તમારી આંખોનો આભાર માનશે.

























Be the first to review “Gulabi Sapanana Ujagara”
You must be logged in to post a review.