Dhara Bhatt
2 Books
જન્મ 22-07-1994 (અમદાવાદ)અભ્યાસ શ્રી વિદ્યાનગર હાઇસ્કૂલ, એસ. એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉમર્સ (એમ.કૉમ.)અનુભવ નાટકો (અભિનય) ‘તું લડજે અનામિકા’, ‘કાળજા કેરો કટકો’, ‘મોગલી, બસ મોગલી…’, ‘બલ્બ જલેગા’, ‘ઘેમરની ગીતા’, ‘તારી મારી વાત’, ‘કસર’ તથા અન્ય નાટકો…કાસ્ટિંગ આસિસ્ટન્ટ ‘પપ્પા તમને નહીં સમજાય…’, ‘ફૅમિલી સર્કસ’, ‘વાંઢાવિલાસ’ (ગુજરાતી ફિલ્મ) તથા ‘મન્ટો’ (હિન્દી ફિલ્મ) ગુજરાતી ફિચર ફિલ્મ: ‘બજાબા’ (મુખ્ય અભિનેત્રી)આમ, કલાક્ષેત્રે એક દાયકા જેટલો સમય વિવિધ ભૂમિકાઓ ભજવી અભિનેત્રી – રંગકર્મી – કાસ્ટિંગ ડિરેક્ટર અને હવે લેખિકા ધરા ભટ્ટે પરફેક્શન સાથે કામ કરી લોકોની અઢળક પ્રસંશા તેમજ પ્રેમ મેળવ્યો. વર્ષ 2020ના પ્રારંભે જ કોરોના જેવી મહામારીના સમયે, કોરોનાગ્રસ્ત હોવાને કારણે ફરજિયાત આઇસોલેશનમાં રહેવાની નોબત આવતાં નાસીપાસ ન થતાં તે સમયનો કંઈક સર્જનાત્મક ઉપયોગ કરવાનું ધરાની જેમ કદાચ બહુ ઓછા લોકો વિચારી શકે. પોતાના અનુભવો વાગોળીને તેના નિચોડરૂપ પોતાના જ્ઞાન દ્વારા કલાક્ષેત્રે પદાર્પણ કરવા માંગતા નવોદિતોને ઉપયોગી થાય તેવું સર્જન એટલે આ પુસ્તક ‘LIGHTS... CAMERA... ACTION!’. ગત વર્ષે તેનું જ ‘થિયેટર TALK’ નામક પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું તે પહેલાં ફરજિયાત આઇસોલેશન જેવા કઠિન સમયને ‘આપદામાં અવસર’ ગણી આ દ્વિતીય પુસ્તકનું મોટાભાગનું લખાણ પૂર્ણ કર્યું. એ રીતે તેના માટે આવી કુદરતી આફત ‘A Blessing In Disguise’ જ સાબિત થઈ. ફિલ્મક્ષેત્રે ખૂબ સીમિત સંભાવનાઓ ધરાવતા તથા થોડાં જ વર્ષોથી જેમની નિમણૂક કરવાની પ્રથા શરૂ થઈ છે એવા કાસ્ટિંગ ડિરેકટર તરીકેના કાર્યક્ષેત્ર વિશે નવાગંતુકોને સાચી સમજણ મળે તથા તેઓ આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા વિચારી શકે તેવો પ્રયાસ ધરાએ આ પુસ્તક થકી કર્યો છે. સાથે-સાથે વર્તમાનમાં કાર્યરત હોય તેવા કાસ્ટિંગ ક્ષેત્રના લોકોને પણ કાસ્ટિંગ જેવી કંઈક અંશે અઘરી તથા જવાબદારીપૂર્ણ પ્રક્રિયા ખૂબ સરળ તથા આસાન રીતે થઈ શકે તે પણ ધરાએ પોતાની સૂઝબૂઝ થકી આ પુસ્તક દ્વારા દર્શાવ્યું છે.

Showing all 2 results

  • Lights Camera Action

    150.00

    સૃષ્ટિના તખતા પર પ્રવેશ કરતી વખતે આપણને કોઈ Do’s અને Don’t કહીને મોકલવામાં નથી આવતા. આપણે બસ આવી જઈએ છીએ, નિરંતર ચાલતી પ્રણાલીના ભાગરૂપ. નાભિથી લીધેલા પહેલા શ્વાસથી લઈને આ વરદાયિની ગ્રહ પર છોડેલા અંતિમ શ્વાસ સુધી આપણી ભૂમિકાનું ‘કાસ્ટિંગ’ કોણે, કેમ, કેવી રીતે કર્યું એની સમજણ કેળવવામાં આપણે પસાર... read more

    Category: Articles
    Category: New Arrivals
  • Theatre Talk

    150.00

    પડદા પાછળની દુનિયાને સમજવા માંગતા રસિયાઓ માટે… સૌમ્ય જોશી (102 નોટ આઉટ) અને અભિષેક શાહ (હેલ્લારો) જેવા દિગ્દર્શકોના વિશ્વાસુ સહાયક બનવાથી શરૂ કરી ‘બજાબા’ જેવી એવોર્ડવિનર ફિલ્મની, એવોર્ડવિનર અભિનેત્રી બનવા સુધી જેની યાત્રા રહી છે એવી યુવા પ્રતિભાશાળી અભિનેત્રી ધરા ભટ્ટનું આ પ્રથમ પુસ્તક છે. માનવસંસ્કૃતિના ઉદયકાળથી થિયેટર - દરેક... read more

    Category: Articles
    Category: Banner 2
    Category: New Arrivals