Amrita Pritam
1 Book / Date of Birth:- 31-08-1919 / Date of Death:- 31-10-2005
અમૃતા પ્રિતમ કવયિત્રી, નવલકથાકાર અને નિબંધકાર હતા અને પંજાબી ભાષાની ૨૦મી સદીના અગ્રણી કવયિત્રીઓમાં તેમની ગણના થાય છે. ભારત-પાકિસ્તાન બંને દેશમાંથી તેમને સમાન પ્રેમ મળ્યો હતો, તેમણે છ દાયકાથી વધુ લાંબી કારકીર્દિમાં કવિતા, વાર્તાઓ, જીવનચરિત્રો, નિબંધો અને પંજાબી લોકગીતોના સંગ્રહોના ૧૦૦થી વધુ પુસ્તકો લખ્યા જેમાનાં ઘણાંનો ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો હતો.તેમને પોતાની કવિતા ‘આજ અખાં વારિસ શાહ નુ’ માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. ૧૮મી સદીના કવિ વારિસની યાદમાં લખાયેલા આ શોકગીતમાં ભારતના ભાગલા વખતે થયેલા કત્લેઆમ વિષે તેમણે પોતાની વેદના રજૂ કરી હતી.નવલકથાકાર તરીકે તેમની ખ્યાતનામ કૃતિ ‘પિંજર’ છે, જેમાં તેમણે પોતાનું યાદગાર પાત્ર ‘પુરો’ રચ્યુ હતુ. આ નવલકથા પરથી 2003માં ‘પિંજર’ નામની પુરસ્કાર વિજેતા ફિલ્મ બની હતી.1947માં જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યાં ત્યારે, તેમણે લાહોરથી ભારતમાં હિજરત કરી હતી, છતાં તેઓ પાકિસ્તાનમાં પણ આજીવન તેમના સમકાલિન જેમકે મોહનસિંહ અને શિવકુમાર બતાલવી જેટલા જ લોકપ્રિય રહ્યા હતા.પંજાબી સાહિત્યમાં મહિલાઓના સૌથી મહત્વપૂર્ણ અવાજ તરીકે ઓળખાતા અમૃતા પ્રિતમ 1956માં ‘સુનેહે’ જે એક લાંબી કવિતા છે તેના માટે ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ મેળવનાર પ્રથમ મહિલા હતા, બાદમાં તેમને 1982માં ‘કાગઝ કે કેનવાસ’ માટે ‘ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો હતો, 1969માં તેમને ‘પદ્મશ્રી’ પુરસ્કાર મળ્યો હતો. વર્ષ 2004માં ભારતનું બીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મવિભૂષણ’ મળ્યું હતું અને એ જ વર્ષે તેમને સાહિત્ય અકાદમી દ્વારા ભારતનું સર્વોચ્ચ સાહિત્ય સન્માન ‘સાહિત્ય અકાદમી ફેલોશિપ’ અપાયું હતું જે “સાહિત્યના ચિરંજીવો” ને આજીવન સિદ્ધિ માટે અપાય છે.

Showing the single result