S. Jaishankar
1 Book
ડૉ. સુબ્રહ્મણ્યમ જયશંકર ભારતના વર્તમાન વિદેશમંત્રી છે. તેઓ ભારત સરકારના અધિકારી તરીકે વર્ષ 2015થી 2018 સુધી વિદેશ સચિવ, 2013થી 2015 સુધી અમેરિકાના રાજદૂત, 2009થી 2013 સુધી ચીનના રાજદૂત, 2007થી 2009 સુધી સિંગાપુરમાં ઉચ્ચ અધિકારી તરીકે તથા 2000થી 2004 સુધી ચેક ગણરાજ્યમાં ભારતીય રાજદૂત તરીકે સેવા આપી ચૂક્યા છે.તેઓ ભારત સરકાર વતી મોસ્કો, કોલંબો, બુડાપેસ્ટ, ટોકિયો અને વૉશિંગ્ટન ડી.સી. ખાતે પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. વિદેશ મંત્રાલયમાં અમેરિકા અને યુરોપ સાથેના સંબંધો માટે તેમણે ખાસ હોદ્દાઓ ઉપર સેવા આપી છે. ભારતના રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ તરીકે તેઓ કાર્યરત હતા.પોતાની સરકારી કારકિર્દી સિવાય તેઓ ટાટા સન્સ પ્રા. લિ.માં ગ્લોબલ કૉર્પોરેટ વિભાગના પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત હતા.વર્ષ 2019માં તેમને `પદ્મશ્રી’ દ્વારા સન્માનવામાં આવ્યા હતા.

Showing the single result