ઘણી વખત દાવો કર્યો છે કે મારા જીવનમાં મને એક જ સારો વિચાર આવ્યોઃ સાચો વિકાસ એ જ છે જ્યારે પુરુષો અને સ્ત્રીઓનો વિકાસ થાય. આ વિચારે મને એવો જકડ્યો કે હું આ નાના, ઊંઘરેટા ગામ – આણંદમાં ખેડૂતોના સેવક તરીકે પચાસથી પણ વધુ વર્ષ માટે રહ્યો છું. જેને બીજા `વધુ સારી જિંદગી’ કહેતા તેને માટે હું કદી અહીંનું જીવન છોડી ન શક્યો. સહેજ પણ શંકા વિના હું કહી શકું છું કે અહીં ગાળેલાં વર્ષો મારી જિંદગીનાં ખૂબ જ લાભકર્તા વર્ષો નીવડ્યાં છે. આ વિચાર ઉપર હું વર્ષોથી સતત બોલ્યો છું અને આશા રાખી રહ્યો છું કે મારી આ ધગશને યુવાન પુરુષો અને સ્ત્રીઓ પોતાની બનાવીને આગળ કામ કરશે. હું એ બાબતે સદ્ભાગી છું કે આ પડકારને ઝીલનારાં પણ ઘણાં આવી મળ્યાં છે.
Additional Details
ISBN: 9789351228202
Month & Year: October 2018
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 248
Weight: 0.24 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Maru Swapna”
You must be logged in to post a review.