ગુજરાતી ભાષામાં કંઈક `હટકે’ કહી શકાય એવા વિષય સાથેની આ નવલકથા છે. સામાન્ય રીતે નવલકથામાં સામાજિક સમસ્યા સાથે પ્રેમ-શૃંગારની વાત ગૂંથી લેવામાં આવતી હોય છે. આ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક તથ્ય રજૂ કરતી વિશિષ્ટ કથા છે. જગતનો તાત અને અન્નદેવતા ગણાયેલા ખેડૂતોની અવદશા તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ, બધા... read more
કવિ કોઈપણ ભાષાનો હોય કલ્પન અને સંવેદનની મૂડી તો દરેકની એકસરખી જ હોવાની. સાચા કવિને કલ્પના કે સંવેદનાની સરહદો નડતી નથી હોતી. જિદે ચઢેલા કે રિસામણે બેઠેલા કોઈ `પંખી'ને મનાવવા માટે કવિ એને ટહુકાના સમ આપીને મનાવી લે છે, કેમ કે કવિને ખબર છે કે પંખીને તેનો પોતાનો ટહુકો ખૂબ... read more
‘આગનો અજંપો’ ગોધરાકાંડની અગનજ્વાળામાંથી ઊઠેલી એવી નવલકથા છે જે વાચકોને સંબંધો, આધ્યાત્મિકતા, સંવેદનાથી માંડીને બદલાની આગના અજંપા સુધી લઈ જાય છે. આ કથાનું દરેક પાત્ર સંપૂર્ણતા સાથે જીવે છે. અહીં એક એવી સંવેદનાસભર સફર છે, જેની પીડા – ખુશી તમને ક્યાંક તો સ્પર્શી જ જશે. વર્તમાનમાં જીવો અને કર્મ કર્યે... read more
દિલ્હીના સીમાડે અવાવરું જગાએ એક માણસની લાશ મળી આવે છે. લાશની બાજુમાં પથ્થર પર લોહીથી લખેલું હોય છે. ‘...કારણ કે ઈશ્વર ક્યાંય નથી!’ કરોડોપતિ બિઝનેસમૅનની બર્બરતાપૂર્વક કરાયેલી હત્યાને કારણે રાજધાનીમાં ખળભળાટ મચી જાય છે. ઇન્સ્પેક્ટર ઇબ્રાહિમ ખાનની આગેવાનીમાં પોલીસ તપાસ શરૂ કરે છે. મૃતકનાં પરિજનો, મિત્રો અને બિઝનેસ પાર્ટનર્સ શંકાના... read more
રસ્તાઓ પર જીવતી સંસ્કૃતિની કથા દરેક સમાજની ઓળખ માત્ર તેના ઇતિહાસમાં નથી હોતી; તે તેનાં લોકોનાં જીવનમાં, તેમની પરંપરાઓમાં અને તેમની કળામાં વસે છે. ગુજરાતની ધરતી પર એવી અનેક લોકકલાઓ જન્મી છે, જે પુસ્તકોમાં નહીં પરંતુ લોકોનાં જીવનમાં જીવતી રહે છે. એવી જ એક જીવંત અને ભાવસભર લોકકલાની પરંપરા છે... read more
સુધા મૂર્તિ. એક એવું નામ જે દરેક ગુજરાતી ઘરમાં આદરથી લેવાય છે. પોતાની સાદી, સરળ અને હૃદય સોંસરવી ઉતરી જાય એવી મધુર અને સચ્ચાઈભરી ભાષાને કારણે લાખો વાચકો માટે તેઓ સવાયા ગુજરાતી તરીકે પ્રેમ પામ્યાં છે. દરેક ગુજરાતીને સુધા મૂર્તિ કેમ પોતાનાં લાગે છે? શા માટે અનેક લોકોનાં રોલમૉડલ તેઓ... read more
‘જીવનભર પાંજરામાં ભરાઈ રહેવાથી કોઈ સુખ મળે ખરું?’ સ્ત્રી થોભી ગઈ. બે ડગલાં ભરીને હું એની વધારે નજીક પહોંચી ગયો. એને માત્ર મારો અવાજ સંભળાતો હશે, મારી ભાષા સમજાતી હોય એવું મને લાગતું નથી. એણે જવાબ આપ્યો નહીં. હંમેશની જેમ. મેં પણ વધારે કશું પૂછ્યું નહીં. એણે અચાનક મારા માથા... read more
સ્ત્રી-પુરુષનો પ્રેમ સદીઓથી વિવિધતાભર્યો રહ્યો છે. પૌરાણિક હોય કે ઐતિહાસિક, પ્રાચીન હોય કે અર્વાચીન, દેશ હોય કે વિદેશ – આપણી પાસે અઢળક પ્રેમકથાઓની અમૂલ્ય વિરાસત છે. રાધા-કૃષ્ણ, પૃથ્વીરાજ-સંયુક્તા, રોમિયો-જુલિયટ, લૈલા-મજનુ અને મીરાંબાઈથી લઈને અમૃતા પ્રીતમ સુધી – ઇશ્કની અગણિત દાસ્તાનોમાં પ્રેમસંબંધના અનેક રંગો ખીલ્યા છે. આવો જ એક અનોખો રંગ... read more
સમય શું છે તે જો સમજાઈ જાય તો ઘડિયાળ સહન કરવાનું મુશ્કેલ બની જાય. ચંદ્ર પર જઈ આવ્યા પછી એના પર કાવ્ય લખવાનું મુશ્કેલ છે. લોકપ્રિયતાના ગળચટ્ટા ભ્રમને કારણે ઘણાખરા નેતાઓ, લેખકો અને અભિનેતાઓ જીવતા રહી શકે છે. મૃગજળ રણની શોભામાં વધારો કરે છે. મેઘધનુષ્ય આકાશની શોભામાં વધારો કરે છે.... read more







