રસ્તાઓ પર જીવતી સંસ્કૃતિની કથા
દરેક સમાજની ઓળખ માત્ર તેના ઇતિહાસમાં નથી હોતી; તે તેનાં લોકોનાં જીવનમાં, તેમની પરંપરાઓમાં અને તેમની કળામાં વસે છે. ગુજરાતની ધરતી પર એવી અનેક લોકકલાઓ જન્મી છે, જે પુસ્તકોમાં નહીં પરંતુ લોકોનાં જીવનમાં જીવતી રહે છે. એવી જ એક જીવંત અને ભાવસભર લોકકલાની પરંપરા છે – ‘આખ્યાન’.
આ પુસ્તક ‘જીવનઆખ્યાન’ મૂળે એક કથા છે. એવી કથા જે રસ્તાઓ પર જીવતાં લોકોની છે, સામાન્ય જણાતી જિંદગીઓની છે અને એવા કલાકારોની છે, જે પોતાના જીવનના સંઘર્ષ વચ્ચે પણ પોતાની સંસ્કૃતિને જીવંત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં ગામડાંમાં, મેળાઓમાં અને શેરીઓમાં ક્યારેક સાંજ પડતાં આખ્યાનનો અવાજ ગુંજે છે. કોઈ કલાકાર પોતાના સ્વરમાં પૌરાણિક ગાથા કહે છે, કોઈ ઐતિહાસિક પાત્રને જીવંત કરે છે, તો કોઈ ભક્તિ અને ભાવના સાથે સંસ્કૃતિના રંગોને પ્રગટ કરે છે. રામદેવપીર, જેસલ-તોરલ કે સદેવંત સાવળિંગાની ગાથાઓ કહેતાં કહેતાં ‘આખ્યાન રમવું’ એ સૌરાષ્ટના ગ્રામપ્રદેશના તળપદા, ધરતી સાથે જોડાયેલા શ્રમજીવી સમાજ માટે મહિમાવંતું મનોરંજન છે. આ દૃશ્ય માત્ર મનોરંજન પૂરતું નથી રહેતું; તે સમાજ અને સંસ્કૃતિ વચ્ચેનો એક જીવંત સંવાદ બની જાય છે. ‘જીવનઆખ્યાન’ એવા એક અતિસંવેદનશીલ આખ્યાનકલાકારના જીવનની કરુણમંગલ કથા છે.
જ્યારે કોઈ વાર્તા કાગળ પર લખાય છે ત્યારે તે માત્ર શબ્દો નથી રહેતી; તે જીવંત લાગણીઓ બની જાય છે. આખ્યાનકળા પાછળ રહેલા કલાકારોની જિંદગી ઘણીવાર અત્યંત સામાન્ય અને સંઘર્ષભરી હોય છે. અહીં તેમના અવાજમાં માત્ર કથા નથી કહેવાઈ – તેમના અવાજમાં અહીં સમગ્ર સમાજની સ્મૃતિ ગુંજે છે… વીસરાઈ જવાના આરે પહોંચેલી લોકકલાની એક ન સંભળાતી ચીસ અહીં તમને હચમચાવી નાખશે.
જીવંત પાત્રાલેખન અને ચોટડૂક સંવાદો સાથેની આ આખ્યાનકથા ગુજરાતી સાહિત્યના ખજાનાનું નાનું છતાં મોંઘામૂલું રત્ન બની ચમકતું રહેશે એવી આગાહી કરતાં મન વલોવાઈ જાય છે અને એના કરુણાંત સુધી પહોંચતાં પહોંચતાં તો આંખ છલકાઈ જાય છે…





















Be the first to review “Jivanakhyaan”
You must be logged in to post a review.