Surajmukhino Chhello Chhod

Category Short Stories, Latest, New Arrivals
Select format

In stock

Qty

‘જીવનભર પાંજરામાં ભરાઈ રહેવાથી કોઈ સુખ મળે ખરું?’

સ્ત્રી થોભી ગઈ. બે ડગલાં ભરીને હું એની વધારે નજીક પહોંચી ગયો. એને માત્ર મારો અવાજ સંભળાતો હશે, મારી ભાષા સમજાતી હોય એવું મને લાગતું નથી. એણે જવાબ આપ્યો નહીં. હંમેશની જેમ. મેં પણ વધારે કશું પૂછ્યું નહીં. એણે અચાનક મારા માથા ઉપર હાથ મૂકીને ચહેરા પરથી બુરખો હટાવી દીધો. એનો ચહેરો મને પરિચિત જણાયો. જ્ઞાનતંતુઓએ કસ કાઢતી કોશિશો કરી. સ્મરણો થોડાં ઘાટાં બન્યાં. થોડા સમય પહેલાં ન્યૂઝચૅનલમાં યુદ્ધના સમાચાર સાંભળતી વખતે મેં એવો ચહેરો જોયેલો. અગનવર્ષામાં કાટમાળ બની ગયેલાં ઘરો, ચૂંથાઈ ગયેલાં શરીરો, કકળતા માનવદેહો, હાથમાં વાસણ સાથે ભૂખ ભાંગવા ભીખ માગતા થાકેલા ચહેરાઓ, નમણે હાથ રાખીને બેઠેલાં વૃદ્ધો અને… અને એ બધાંની વચ્ચે કાખમાં બાળક તેડીને ભાગતી લોહીથી લથપથ સ્ત્રી. બાળકની દશા જોઈને એની ચીસો ગળામાં જ પિલાઈ ગયેલી. જાણે એ પોતાનો અવાજ ખોઈ બેઠી; પોતાની ભાષા ખોઈ બેઠી અને ખોઈ બેઠી આંખોની ભભક. એ રાત્રે અને ત્યાર પછીની કેટલીય રાત્રે મને ઊંઘમાં દેખાતો રહ્યો, બંને આંખો ફૂટેલો સાવ માસૂમ ચહેરો!

– ટૂંકી વાર્તા ‘બુરખેપોશ સ્ત્રી’માંથી

SKU: 9789361970214 Categories: , ,
Weight 0.15 kg
Dimensions 8.5 × 5.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Surajmukhino Chhello Chhod”

Additional Details

ISBN: 9789361970214

Month & Year: March 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 102

Dimension: 8.5 × 5.5 in

Weight: 0.15 kg

હું હિરેન દેસાઈ. પિતાનું નામ – અશોકભાઈ. માતાનું નામ – રશ્મિબહેન. જન્મ ગુજરાતના નાનકડા શહેર અમરેલીમાં થયો. (નાનકડા શહેરમાંથી આવું છું એટલે વાચકોનો થોડો પ્રેમ… Read More

Additional Details

ISBN: 9789361970214

Month & Year: March 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 102

Dimension: 8.5 × 5.5 in

Weight: 0.15 kg