Pratapsinh Dabhi 'Haakal'
1 Book
અમદાવાદના બાવળા તાલુકાના ઢેઢાલ ગામે જન્મેલા કવિ-લેખક પ્રતાપસિંહ ડાભી `હાકલ' એમ.જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતેથી બી.એસસી. થયેલા છે અને સ્ટેટ ફોરેસ્ટ સર્વિસ કૉલેજ, દહેરાદુન ખાતેની ઇન સર્વિસ તાલીમ અંતર્ગત, એમ.એસસી. (ફોરેસ્ટ્રી)ની ડિગ્રી મેળવેલ છે. તેઓએ સ્ટેટ ફોરેસ્ટ સર્વિસ કૉલેજ, દહેરાદૂનથી સર્વિસ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ કર્યો છે. પોતે વનસ્પતિના હરિયાળા સામ્રાજ્યમાં કાર્યરત હોવાથી જ કદાચ કુદરતને જાણવા-માણવા-પામવા માટે શબ્દાનુરાગ કેળવી શક્યા છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ `હાક' 2001માં પ્રગટ થયો. શબ્દ એમનો પ્રેમ જ નહીં, શ્વાસ પણ છે. તેમના આષાઢી કંઢે કાવ્યપાઠ કે ગીતગાન સાંભળવું એ પણ એક લ્હાવો છે. એ પછી એમની કલમ અવિરત પ્રગતિ કરતી રહી છે. કાવ્યસર્જન કરીને એ અટકી ગયા નથી. તેમણે ગઝલસંગ્રહ, ગીતસંગ્રહ, સંપાદન, વિવેચન અને અન્ય ભાષાઓમાં અનુવાદનું સર્જન પણ એટલી જ પ્રતિબદ્ધતાથી કર્યું છે. પ્રતાપસિંહભાઈ મળવા જેવા અને માણવા જેવા સાહિત્યકાર છે.

Showing the single result