‘ગીતાજી ધર્મગ્રંથ છે, માટે સાંપ્રત નથી, એ સદા સાંપ્રત છે,
માટે એને ધર્મગ્રંથ માનવામાં શાણપણ છે.’
– વિદ્વદ્વર્ય સતીશચન્દ્ર જોષી
ગીતાજી કે ગીતાસાર વાંચવા કે સાંભળવા માત્રથી આપણે ‘પરમલય’ સાથે જોડાઈ જઈએ એવી ભ્રમણા નિરર્થક છે. આપણે આપણી અંદરના લય તરફ જાગૃત બનીએ તો જ ગીતાજીમાં પ્રવેશ માટે આપણે લાયક બનીએ. ગીતાજી કોઈ રેસિપી જેવું, મુખપાઠ માટેનું પુસ્તક નથી. આપણે અંદરથી અર્જુન જેમ – હૈયામાં વહેતા પરમલય માટે લાયક બનીએ તો જ ગીતાજી સમજાય.
ગીતા શબ્દમાં જ ગીત તરફ ઇશારો છે. જીવનને સનાતન લય સાથે જોડીને – સુરીલું બનવામાં નિમિત્ત બને એ ગીતા.
આ પુસ્તકમાં ગીતાજીનું અનોખું દર્શન અને અદ્ભુત લયબદ્ધ રચનાઓની વિશિષ્ટ જુગલબંધી રજૂ કરવામાં આવી છે. આમ પણ ગીતાનો મૂળ હેતુ જાત અને જગતના પરમલય સાથે તાલ મેળવી આપવાનો છે. આપણા દરેકમાં રહેલા પરમલય સાથે આપણે જોડાઈએ તો જીવનનું ગીત લયબદ્ધ બને જ.
કઠોપનિષદમાં તો કહેવાયું જ છે…
‘य मे वैष वृणुते तेन लभ्यः’
(જેને એ લાયક હોય એને જ પ્રાપ્ત થાય છે.)































Be the first to review “Gita-Jugalbandhi”
You must be logged in to post a review.