ગુફામાં સંપૂર્ણપણે અંધારું હતું. નાગાસાધુઓને ત્યાં મૌન સાધનામાં ડૂબેલા જોઈને રુમી અને શેખર ધ્રૂજી ઊઠ્યાં. નાગાસાધુઓ વિશે જાણવાની તીવ્ર ઇચ્છા તેમને આ ગુફા સુધી ખેંચી લાવી હતી. કેટલાક સાધુઓ ધ્યાનમગ્ન હતા તો કેટલાક સાધુઓ મૌન સાધના કરી રહ્યા હતા. હાડકાં થીજી જાય એવા તીવ્ર ઠંડીવાળા વાતાવરણમાં ગહન એકાંતમાં બેસીને એ... read more
ઇતિહાસ ન તો ડાબેરી કે જમણેરી, પરંતુ તટસ્થ વાસ્તવિક હોવો જોઈએ. ન્યાયાધીશ જેમ સાક્ષી, પુરાવા તપાસી ન્યાય આપે છે, તેમ ઇતિહાસકારે પણ ઐતિહાસિક ઘટનાઓનું તટસ્થ વિશ્લેષણ કરવું પડે. રાજ્યાશ્રયી અને ચોક્કસ વિચારધારા ધરાવતા ઇતિહાસકારો માત્ર પોતાને ગમે તેવો ઇતિહાસ લખે છે. મુસ્લિમ ઇતિહાસકારોએ સુલતાનો, નવાબો, બાદશાહો તરફી તો અંગ્રેજ ઇતિહાસકારોએ... read more
વર્ષોથી અહીં જ ઊભી છું. પંદર વર્ષ પહેલાં અહીં આવી હતી, પહેલી વાર. હવે ફરી વાર આવી છું ત્યારે એ જ નિઃસ્તબ્ધ પહાડો છે અને એ જ મૌન ખીણો છે. એવી જ સૂની બપોર છે, હિલસ્ટેશન મોરનીની બપોર, ખાલી અને ઠંડી. રેલિંગ પર નમીને ખીણમાં જોઈ રહી છું. વૃક્ષોમાંથી પસાર... read more
છેલ્લા છ દાયકા જેટલા સમયથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સર્જન યાત્રા કરી રહેલા શ્રી દિનકર જોષીના ૧૫૧ જેટલા ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ચિંતનાત્મક નિબંધો, પ્રસંગ ચિત્રો, સંપાદનો ઇત્યાદિ પ્રકારોનું એમણે ઊંડું ખેડાણ કર્યું છે. શ્રીકૃષ્ણ અને ગાંધીજી આ બે એમના અભ્યાસના ખાસ પાત્રો રહ્યા છે. રામાયણ,... read more








