મહોબ્બત –
બેવકૂફો માટે બેવકૂફી,
બાદશાહો માટે જશ્ન,
આંધળાઓ માટે અંધારું,
આશિકી આંખો માટે આંજણ,
સમાજ માટે વાહિયાત વહેવાર,
પ્રિયજનો માટે જાદુઈ ફિરાક,
હવસખોરો માટે વાસના,
હરખુડાં હૈયાં માટે વ્હાલ,
ચાલનારાઓ માટે પગ,
ઊડનારાઓ માટે પાંખો,
બોલનારાઓ માટે અક્ષર,
મહેસૂસ કરનારાઓ માટે ‘શબ્દ’,
મૃત્યુ માટે રાખ,
જીવન માટે ડમરી,
રણ માટે લૂ,
દરિયા માટે તરંગ,
માણસો માટે કપાતી કાંડાંની નસ,
આશિકો માટે રક્તકણનો મોક્ષ,
તારા માટે જીવવાનું કારણ
અને
મારા માટે – તું!!!
– અભિષેક
Be the first to review “Mahobbat”
You must be logged in to post a review.