Sudha Murty
24 Books / Date of Birth:- 19-08-1950
સુધા મૂર્તિ ‘ઇન્ફોસિસ ફાઉન્ડેશન’નાં ચૅરપર્સન અને લોકપ્રિય લેખક છે. તેમનો જન્મ ઉત્તર કર્ણાટકના શીગાંવમાં થયો હતો. બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IIST) માંથી ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગમાં માસ્ટર્સ કર્યા બાદ તેમણે ડેવલપમૅન્ટ એન્જીનિયર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. બેંગ્લોરની વિવિધ કૉલેજીસમાં તેમણે કમ્પ્યૂટર સાયન્સના પ્રોફેસર તરીકે પણ કામ કર્યું છે. અંગ્રેજી તથા કન્નડ સમાચારપત્રોના કટારલેખક હોવા ઉપરાંત તેમણે સારું એવું સર્જનાત્મક સાહિત્ય સર્જ્યું છે, જેમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, પ્રવાસવર્ણન, સત્ય-ઘટનાત્મક કથાઓ, બાળસાહિત્ય અને ટૅક્નિકલ નૉલેજનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. ભારતની બધી મુખ્ય ભાષાઓ, વિદેશની અમુક ભાષાઓ ઉપરાંત બ્રેઇલ લિપિ સહિત તેમનાં કુલ 200 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. 2006માં ‘પદ્મશ્રી’, આર. કે. નારાયણ ઍવૉર્ડ ફૉર લિટરેચર, 2011માં કર્ણાટક સરકાર તરફથી `આતિમાબી' ઍવૉર્ડ તથા 2018માં ક્રૉસવર્ડ તરફથી લાઇફટાઇમ એચિવમૅન્ટ ઍવૉર્ડ જેવાં અનેક ઍવૉર્ડ તેમને મળી ચૂક્યાં છે. ભારતની વિવિધ યુનિવર્સિટિઝ તરફથી તેમને સાત માનદ્ ડૉક્ટરેટની પદવીઓ પણ પ્રાપ્ત થઈ છે. ગુજરાતી ભાષામાં તેમનાં બધાં જ પુસ્તકો પ્રકાશિત થયાં છે અને બેસ્ટસેલર બન્યાં છે. તેમનાં પુસ્તકોએ લાખો લોકોને જીવનની નવી દિશા ચીંધવામાં મદદ કરી છે.

Showing all 24 results

  • Gopinu Navu Ghar

    125.00

    તું મારું જીવન છે – ગોપી, ગોપચા, ગોપેશ, ગોપીનાથ, ગોપાલ રાવ, ગોપાલ સ્વામી, ગોપુ. ગોપી નામના કૂતરા અને તેને દત્તક લેનાર પ્રેમાળ, માનવપરિવારની આ સંવેદનશીલ વાર્તા છે. સુધા મૂર્તિની અજોડ શૈલીમાં લખાયેલ, કૂતરાના દૃષ્ટિકોણથી કહેવામાં આવેલી આ સરળ વાર્તા આપણને સમજાવે છે કે, શા માટે પાલતુ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા અને... read more

    Category: 2022
    Category: Latest
    Category: Reminiscence
  • Jivan Ni Vaat

    150.00

    મનની વાત આગળ વધે છે... માનવતામાં અડગ વિશ્વાસની વાત આ પુસ્તકની દરેક સત્ય ઘટના માનવસ્વભાવની સુંદર અને બિહામણી, બંને તસવીર એકસાથે આપણી સામે મૂકે છે. તેમ છતાં અહીં વાત છે આ બધાંથી પણ પર એવી સન્માનથી જિવાતી જિંદગીઓની... ક્યારેક કોઈનું એક નાનું અમથું સાહસભર્યું પગલું અનેક લોકોને સ્પર્શી જતું હોય... read more

    Category: Inspirational
  • Kalpvruksh Ni Dikri

    200.00

    શું તમે જાણો છો કે ત્રિદેવો ઘણીવાર અસુરોને હરાવવા માટે દેવીઓની મદદ પણ લેતા હતા? શું તમે એ જાણો છો કે વિશ્વનો પ્રથમ ક્લોન એક સ્ત્રી દ્વારા બનાવવામાં આવ્યો હતો? ભારતીય પૌરાણિક કથાઓમાં ભલે સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય, પરંતુ પ્રાચીન ગ્રંથો અને મહાકાવ્યોમાં તેમની શક્તિ અને સમર્થતાની ઘણી ગાથાઓ સમાયેલી... read more

    Category: New Arrivals
  • Majano Vartakhajano

    175.00

    મજાનો વાર્તા ખજાનો દાદીમા જ્યારે વાર્તાનો પટારો ખોલે છે, ત્યારે બધાં જ એમને ઘેરી વળે છે! સારી વાર્તા સાંભળવાનું કોણ ટાળે? અને એય તે જ્યારે દાદીમા પોતાના અઢળક ખજાનામાંથી એક પછી એક વાર્તા એમની રસાળ શૈલીમાં કહેતા હોય...! દાદીમા લઈને આવ્યાં છે મજાનો વાર્તાખજાનો... જેમાં છે જુદા-જુદા રાજાની વાર્તાઓ, વાંદરા... read more

  • Man Ni Vat (Gift Edition)

    175.00

    આપણા દેશમાં આધ્યાત્મિકતાની સાથેસાથે જ ધન અને સત્તાની ભારે લોલુપતા દૃષ્ટિગોચર થાય છે. માનવીના જટિલ મનનું જ આ પ્રતિબિંબ છે. ઇન્ફોસિસ ફાઉન્ડેશન નામની સેવા સંસ્થાના અનુભવે સુધા મૂર્તિ ભારતના વિવિધ પ્રાંતોના, વિધવિધ ભાષા, ધર્મ અને સ્વભાવ ધરાવતા અસંખ્ય લોકોના પરિચયમાં આવ્યા છે. માનવમનના આટાપાટાએ તેમની આંખ ઉઘાડી છે. મુંબઈના ભિખારી... read more

    Category: Inspirational
  • Sanskrutino Suryoday

    200.00

    શું તમે એવા રાજા વિશે સાંભળ્યું છે કે, જેણે કબૂતરને આપેલા વાયદાને પાળવા માટે પોતાના શરીરના અંગનું બલિદાન આપ્યું હોય? અથવા શું એવા સિંહાસન વિશે તમે જાણો છો કે, જેના ઉપર બેસવાથી જ ન્યાય આપી શકવાની અનન્ય ક્ષમતા મળી જાય? અને એવો શિલ્પકાર કે, જેના બંને હાથ ન હોવા છતાં... read more

    Category: 2023
    Category: Latest
    Category: May 2023
    Category: Mythology
    Category: New Arrivals
  • Sarjanhar No Shankhnaad

    175.00

    શું તમને જાણો છો કે એવો પણ સમય હતો કે જ્યારે રીંછ બોલી શકતાં હતા, ચંદ્ર હસતો હતો અને માછલીઓની અંદરથી બાળકો મળી આવતાં હતાં? શું તમે ક્યારેય હજાર હાથવાળા માણસ વિષે સાંભળ્યું છે? હજારો વર્ષ જૂનો આપણો ભારત દેશ પ્રાચીન સંસ્કૃતિ અને ઊજળી પરંપરાઓનો દેશ કહેવાય છે. આ સંસ્કૃતિ... read more

    Category: Banner 3
    Category: Inspirational
  • Atra Tatra Sarvatra

    175.00

    સુધા મૂર્તિ. એક એવું નામ જે દરેક ગુજરાતી ઘરમાં આદરથી લેવાય છે. પોતાની સાદી, સરળ અને હૃદય સોંસરવી ઉતરી જાય એવી મધુર અને સચ્ચાઈભરી ભાષાને કારણે લાખો વાચકો માટે તેઓ સવાયા ગુજરાતી તરીકે પ્રેમ પામ્યાં છે. દરેક ગુજરાતીને સુધા મૂર્તિ કેમ પોતાનાં લાગે છે? શા માટે અનેક લોકોનાં રોલમૉડલ તેઓ... read more

    Category: Reminiscence
  • Dollar Vahu

    200.00

    ડૉલર વહુ દુનિયાના અન્ય દેશોની જેમ ભારતના પણ હજારો લોકો માટે અમેરિકા પૃથ્વી પરનું સ્વર્ગ જ છે - એક એવું સ્થળ જ્યાં ભરપૂર સમૃદ્ધિ અને પરમ સુખની અપાર તકો છે. એક વાર અમેરિકા પહોંચ્યા પછી આ ‘ડૉલર-ઘેલા’ લોકોને સમજાય છે કે આ ‘સ્વર્ગભૂમિ’ તેમની કલ્પનાથી તદ્દન જુદી જ છે! સમૃદ્ધિયાત્રાનો... read more

    Category: Novel
  • Man Ni Vat

    250.00

    આપણા દેશમાં આધ્યાત્મિકતાની સાથેસાથે જ ધન અને સત્તાની ભારે લોલુપતા દૃષ્ટિગોચર થાય છે. માનવીના જટિલ મનનું જ આ પ્રતિબિંબ છે. ઇન્ફોસિસ ફાઉન્ડેશન નામની સેવા સંસ્થાના અનુભવે સુધા મૂર્તિ ભારતના વિવિધ પ્રાંતોના, વિધવિધ ભાષા, ધર્મ અને સ્વભાવ ધરાવતા અસંખ્ય લોકોના પરિચયમાં આવ્યા છે. માનવમનના આટાપાટાએ તેમની આંખ ઉઘાડી છે. મુંબઈના ભિખારી... read more

    Category: Inspirational
  • Manavta Ni Mashal

    175.00

    - બ્રહ્માજીને પાંચ મસ્તક શા માટે હતાં એનું રહસ્ય તમે જાણો છો? - શિવજીના મસ્તક પર ચંદ્ર છે એનું કારણ શું? - શું ભગવાન પણ અંચઈ કરી શકે? - પાર્વતીજીએ કયા સંજોગોમાં પ્રચંડ યોદ્ધાનું રૂપ ધારણ કરેલું? ભારતીય સંસ્કૃતિમાં ઈશ્વરનું ત્રિ-વિધ રૂપ છેઃ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. આ ત્રિદેવની જુદી... read more

  • Mansai Ni Thapan

    175.00

    મારી તમારી હૃદયસ્પર્શી વાતો આ વાર્તાઓ છે મારી, તમારી ને ખટમધુરી ચીજ નામે જિંદગીની. મળેલ સમયમાં આપણે પાર પાડવાની છે નિયતિને ને પૂર્ણ કરવાની છે આપણી સફર… રસ્તે મળશે કંઈ કેટલાય ચિત્ર-વિચિત્ર, અદ્ભુત ને રસપ્રદ પાત્રો. જે આપણને ઘડશે, ઢાળશે વિધ-વિધ આકારોમાં અને પછી મઠારશે… અહીં મળો એક અસામાન્ય સ્ત્રીને,... read more

    Category: Inspirational
  • Mare To Chando Joiye

    175.00

    મારે તો ચાંદો જોઈએ સુધા મૂર્તિ બાળવાર્તાઓ લખવી એ બાળઉછેર કરતાંય અઘરું કામ છે. ફક્ત કલ્પનાશક્તિથી વાર્તાઓ નથી લખાતી. દરેક વાર્તાના પાયામાં બારીકાઈભર્યું નિરીક્ષણ હોય છે. મોટાભાગની બાળવાર્તાઓ જીવન જીવવાની કળા શીખવે છે. તેમાં અનેક લોકોના અનુભવોનો અર્ક હોય છે. આવા અનુભવો કોઈપણ દેશ, પ્રાંત, જાતિ કે ભાષામાં થઈ શકે... read more

  • Sach Ne Nahi Aanch

    175.00

    બાળકનું મન એટલે નરમ માટી. તેને જેમ ઘડવી હોય તેમ ઘડાય. આજકાલનાં બાળકો કલ્પના અને હકીકત, સચ્ચાઈ અને બૂરાઈ વચ્ચેનો ભેદ બરાબર સમજે છે. આ વાર્તાઓ એવાં બાળકો માટે લખાઈ છે કે જેઓ નિર્દોષતાની કુમળી ઉંમર વટાવીને કિસોરાવસ્થામાં પ્રવેશી રહ્યાં છે. બને ત્યાં સુધી ભૂત, ડાકણ, જાદુ-ટોના, જંતરમંતર, વેતાલ, શ્રાપ... read more

  • Samay Ni Aarpar

    175.00

    સમયની આરપાર - સુધા મૂર્તિ * અર્જુનનાં કેટલાં નામ હતાં? * યમને શા માટે શ્રાપ મળ્યો? * નાનકડી ખિસકોલીએ ધર્મરાજા યુધિષ્ઠિરને શાનો પાઠ શીખવાડ્યો? * કુરુક્ષેત્રના યુદ્ધમાં એવું તે શું હતું કે દેવોએ પણ એમાં કોઈનો ને કોઈનો પક્ષ લેવો પડ્યો? આ પુસ્તકમાં એવી તો કેટલીય ઓછી જાણીતી કથાઓ છે... read more

    Category: Amazon Top 10
    Category: Inspirational
  • Shodhe Tene Jade

    135.00

    મનની વાત, સંભારણાંની સફર અને તમે જ તમારું અજવાળું જેવાં પ્રેરણાત્મક પુસ્તકોનાં લેખક સુધા મૂર્તિ તમારા માટે હવે એવી કથા રજૂ કરે છે જે તમારા જીવનમાં આમૂલ પરિવર્તન લાવશે. સૌના જીવનમાં બને છે એવું તમારા જીવનમાં પણ બનતું જ હશે કે રોજબરોજના પ્રશ્નો અને મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં તમે તમારી... read more

    Category: Inspirational
  • Tamej Tamaru Ajvalu

    125.00

    લોકો મને ઘણી વાર પૂછે છે કે, ‘હેં સુધાબહેન, આટલા બધા વિવિધ રસભર્યા પ્રસંગો તમારા જીવનમાં જ શી રીતે બને છે?’ ત્યારે હું કહું છું કે આપણને સહુને જીવનની આ લાંબી સફરમાં વિવિધ અનુભવો તો થાય છે જ, પરંતુ એક સંવેદનશીલ મન તથા કરુમાસભર હૃદય જ આ અનુભવોને વાચા આપી... read more

    Category: Inspirational