Rajni Patel
4 Books
શ્રી રજની પટેલ ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે કે જેને ગુજરાતી સાહિત્યના આલમે ઉમળકાભેર એમના દિલની લગોલગ સ્થાન આપ્યું છે. સતત છ વર્ષથી કટારલેખક તરીકે `બંધ આંખે ઉજાગરા', `દાંપત્યનો દસ્તાવેજ' અને તાજેતરમાં ગુજરાતની જનતાના દિલમાં અલગ જગા કરીને ગોઠવાયેલ `મારી વહાલી સાસુમા' જેવી ત્રણ ત્રણ કૉલમો જેને લોકોએ પોતાની કૉલમ બનાવી છે. લોકોએ આવકારી છે અને પોંખી છે. શબ્દ જેની સવાર છે અને શબ્દ જેની સાંજ છે, શબ્દ જેની ભાષા અને શબ્દ જેનો ધર્મ છે. એવા શબ્દોના યાચક શ્રી રજની પટેલ ક્યારેક શબ્દોને મમળાવે છે તો ક્યારેક શબ્દોને રમાડે છે. તો ક્યારેક શબ્દને ઉપર ચડાવી અને ધીરેથી નીચે ઉતારી એમના ભાવકના દિલની લગોલગ એવી રીતે ગોઠવે છે કે વાચક પોતે `વાહ' બોલી ઊઠે છે અને એમના દિલમાં એક આગવું સ્થાન આપે છે. અને એટલે જ કદાચ શ્રી રજની પટેલની તમામ કૉલમો એ રજની પટેલની ન રહેતાં એમના ભાવકની બની રહે છે. નવું કન્ટેન્ટ, ભાષાની વિશિષ્ટ શૈલી અને ભીતર ઘૂંટાતી વેદનાની વાતોને બહાર કાઢી વેદનાના ખભા ઉપર હાથ મૂકીને વેદના અને વ્યથાને કઈ રીતે શાંત કરવા એ રજની પટેલની કૉલમ અને કલમ બંનેનું આગવું લક્ષણ છે.

Showing all 4 results

  • Dampatyano Dastavej

    200.00

    '- જેમાં છે સહિયારા શ્વાસના હસ્તાક્ષર! મનોત્સવથી લગ્નોત્સવ સુધી જઈ રહેલા બે મળેલા જીવ, જ્યારે એકબીજાના વિશ્વાસ પર પોતપોતાના શ્વાસના સહિયારા હસ્તાક્ષર કરી દાંપત્યજીવનનો શુભારંભ કરે છે ત્યારે, એ બંનેના હૃદયધબકારનો જે રણકાર રણકે છે એનો પડઘો આ પુસ્તકનાં પાને પાને તમને સંભળાશે! દસ્તાવેજ કોઈ વસ્તુ કે મિલકતનો હોય, પણ... read more

    Category: 2022
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
  • Kulvadhuona Sambandhni Suwas

    a

    175.00

    ::સાસુ-વહુના મીઠા સંબંધનો શિલાલેખ:: પૃથ્વી પર માનવજીવનનો આરંભ થયો ત્યારે એક દિવસ આદમે ઇવને પૂછ્યું : `તું હંમેશાં આટલી ખુશ અને પ્રસન્ન કેમ રહે છે?’ ત્યારે ઇવે સ્મિત સાથે કહ્યું, `મારે સાસુ નથી!’ લગ્ન સંસ્થાની શરૂઆત થઈ હશે ત્યારથી આજદિન સુધી, સૌ સંબંધોમાં એકમાત્ર સાસુ-વહુનો સંબંધ ચર્ચાસ્પદ અને બહુચર્ચિત રહ્યો... read more

    By Rajni Patel
    Category: 2024
    Category: August 2024
    Category: Family - Social
    Category: Latest
    Category: New Arrivals
  • Lohina Aansu

    235.00

    એક સમયે ગામમાં જેની ધાક અને હાક બોલાતી, એ હરજીમુખી પટેલ જિંદગીના અંતિમ દિવસોમાં એક-એક ટંકના મોહતાજ શા માટે બન્યા? પોતાની સંતતિને જ મોટી સંપત્તિ માનનારા હરજીમુખી, જીવનની છેલ્લી ક્ષણોમાં કયા ઝંઝાવાતનો ભોગ બનીને લોહીનાં આંસુ સારવાં મજબૂર બન્યા? છેવટે મૃત્યુ પામેલા હરજીમુખીના હાથની અધખુલ્લી હથેળીમાં રહેલો કાગળ કોનો હતો?... read more

    By Rajni Patel
    Category: 2024
    Category: Inspirational
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel