Manalay

Category Novel, Latest, New Arrivals
Select format

In stock

Qty

 

મનની બેરંગી લીલાઓનું દર્શન કરાવતી કથાઃ મનાલય

નોબેલ પ્રાઇઝ વિજેતા મલાલા યુસુફઝાઈનું વિધાન છે : આપણને જ્યારે ચૂપ કરી દેવાય છે ત્યારે આપણા અવાજનું મહત્ત્વ સમજાય છે.’ આ વિધાનમાં કથાનાયિકા અવધિના મનોજગતનો ચિત્કારી ઊઠેલો મૌન પડઘો છે.

કહેવાય છે કે સંબંધના હરિયાળા વૃક્ષને જેટલી હદે પાનખર સૂકવી દેતી નથી એટલી હદે શંકા અને વહેમ સૂકવીને નષ્ટ કરી દે છે. નાયક એતદ્ અને નાયિકા અવધિ એવાં Love Birds છે, જેમણે એકબીજાંને ચાહતાં રહેવાનાં સ્વપ્નિલ ચિત્રો લગ્નજીવનના કૅન્વાસ પર અંકિત કરી દીધાં છે.

આ યુગલના જીવનમાં એવી તે કઈ પળ આવી કે જે પળે, એકબીજાંની સાથે રહેનારાંને એકબીજાંની સામે લાવીને મૂકી દીધાં?

એતદ્ પોતાની સાવ નજીક – સાવ પાસે બેઠો હોય, તેમ છતાં અવધિ એવા તે કોના અને કેવા વિચારોમાં ખોવાઈ જતી કે જેના પરિણામે એતદ્ ધીરે ધીરે શંકાના દાયરામાં આવતો ગયો? કોણ હતું એ?

છેવટે એવું તો શું બને છે કે એતદ‌્ને પોતાની ઉપર નફરત થવા માંડે છે?

સંબંધની રંગોળીમાં શંકાના લિસોટા કેવાં પરિણામો લાવી શકે એ સમજવું હોય તો તમારે આ પુસ્તક વાંચવું જ રહ્યું.

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Manalay”

Additional Details

ISBN: 9789361974977

Month & Year: October 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 146

Dimension: 8.5 × 5.5 × 0.25 in

Weight: 0.175 kg

શ્રી રજની પટેલ ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે કે જેને ગુજરાતી સાહિત્યના આલમે ઉમળકાભેર એમના દિલની લગોલગ સ્થાન આપ્યું છે. સતત છ… Read More

Additional Details

ISBN: 9789361974977

Month & Year: October 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 146

Dimension: 8.5 × 5.5 × 0.25 in

Weight: 0.175 kg