Mahesh Dutt Sharma
2 Books
પ્રખ્યાત હિન્દી લેખક મહેશ દત્ત શર્માનું લેખન કાર્ય 1983માં જ્યારે તેઓ હાઇસ્કૂલમાં ભણતા હતા ત્યારે શરૂ થયું હતું, 1989માં બુંદેલખંડ યુનિવર્સિટી, ઝાંસીમાંથી હિન્દીમાં અનુસ્નાતક. તે પછી, કેટલાંક વર્ષો સુધી વિવિધ અખબારો અને સામયિકોના સંવાદદાતા, સંપાદક અને પ્રતિનિધિ તરીકે કામ કર્યું. 200થી વધુ પુસ્તકો લખ્યાં, સંપાદિત કર્યાં અને પ્રકાશિત કર્યા. ભારતનાં ઘણાં મોટાં હિન્દી અખબારો અને સામયિકોમાં ત્રણ હજારથી વધુ લેખો પ્રકાશિત થયા છે. હિન્દી લેખનના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ઘણા પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેમાં મુખ્ય છે – મધ્યપ્રદેશ વિધાનસભાનો `ગાંધી દર્શન પુરસ્કાર' (બીજો), નૉર્થ-ઇસ્ટ હિન્દી ઍકેડેમી, શિલૉંગ (મેઘાલય) દ્વારા `ડૉ. મહારાજ કૃષ્ણ જૈન મેમોરિયલ ઍવૉર્ડ', 
`ડૉ. મહારાજ કૃષ્ણ જૈન સ્મૃતિ સન્માન,' નટરાજ કલા સંસ્થાન, ઝાંસી દ્વારા સમગ્ર લેખન અને સાહિત્યિક યોગ્યતા માટે `બુંદેલખંડ યુવા પુરસ્કાર', `લેખક રત્ન પુરસ્કાર', અંતરધારા, દિલ્હી વગેરે. ફ્રીલાન્સર લેખક-પત્રકાર તરીકે કાર્યરત.

Showing all 2 results

  • Modijini Pathsala

    150.00

    શું તમે વિદ્યાર્થી છો? શું તમને પરીક્ષાનો ડર લાગે છે? સારા પરિણામ માટે શું કરવું? ટાઇમ મૅનેજમેન્ટ કેમ થાય? ચિંતાને કેવી રીતે હરાવાય? પ્રેશરને કેવી રીતે હેન્ડલ કરવું? તમારું સ્વાગત છે… મોદીજીની પાઠશાળામાં… ‘परीक्षा पे चर्चा’ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે કરેલી ઉપયોગી વાતો... read more

    By Mahesh Dutt Sharma
    Category: Exam
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart
  • Supercop Ajit Dhobhal

    199.00

    શું તમે ભારતના જેમ્સ બૉન્ડને ઓળખો છો? આ એક એવી વ્યક્તિ છે જે નીડરતા, નેતૃત્વ અને નિર્ભયતા જેવાં અનેક ગુણો ધરાવે છે. એમનું નામ છે ડોભાલ, અજિત ડોભાલ – ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર! કઈ છે અજિત ડોભાલની વીરતાભરી સિદ્ધિઓ? પરમવીર ચક્ર પહેલાંનો વીરતા પુરસ્કાર ‘કીર્તિ ચક્ર' મેળવનારા પ્રથમ પોલીસ અધિકારી.... read more

    By Mahesh Dutt Sharma
    Category: Biography
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart