શું તમે ભારતના જેમ્સ બૉન્ડને ઓળખો છો?
આ એક એવી વ્યક્તિ છે જે નીડરતા, નેતૃત્વ અને નિર્ભયતા જેવાં અનેક ગુણો ધરાવે છે.
એમનું નામ છે ડોભાલ, અજિત ડોભાલ – ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર!
કઈ છે અજિત ડોભાલની વીરતાભરી સિદ્ધિઓ?
- પરમવીર ચક્ર પહેલાંનો વીરતા પુરસ્કાર ‘કીર્તિ ચક્ર’ મેળવનારા પ્રથમ પોલીસ અધિકારી.
- મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ પછી ગૅંગસ્ટર દાઉદને પકડવાની ટીમનું નેતૃત્વ કર્યું હતું.
- સર્જિકલ સ્ટ્રાઇકના હીરો અને કલમ 370 હટાવ્યા પછી કાશ્મીરની પરિસ્થિતિ પર નિયંત્રણ કર્યું.
- મિઝોરમ વિદ્રોહમાં બળવાખોર નેતા લાલડેંગાને કાબૂમાં કર્યો.
- અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાંથી ‘ઑપરેશન બ્લૅક થંડર’ હેઠળ આંતકવાદીઓને તાબે કર્યા.
- કંદહાર ફ્લાઈટ હાઈજેક-કાંડના નાગરિકોને મુક્ત કરાવ્યા.
- ડોકલામ વિવાદ, મ્યાનમારમાં લશ્કરી કાર્યવાહી વગેરે જેવી અનેક સાહસિક કામગીરીનું નેતૃત્વ કર્યું.
અજિત ડોભાલે અનેક મુશ્કેલ અને ખતરનાક કામગીરીઓનું સફળતાપૂર્વક નેતૃત્વ કરીને ભારતની અખંડિતતાને અકબંધ રાખવામાં અપ્રતિમ યોગદાન આપ્યું છે.
રાષ્ટ્રની સુરક્ષા અને સન્માનને સર્વોપરી માનનારા, મક્કમ તથા કઠિન નિર્ણયો લેવામાં માહેર અજિત ડોભાલનું ગુજરાતીમાં પ્રકાશિત આ એકમાત્ર પ્રેરણાદાયી જીવનચરિત્ર– રાષ્ટ્ર માટે તેમના સમર્પિત જીવનનો ઊજળો હિસાબ આપે છે.
Be the first to review “Supercop Ajit Dhobhal”
You must be logged in to post a review.