Dr. Usha Upadhyay
1 Book
ડૉ. ઉષા ઉપાધ્યાય જન્મ : 7 જૂન 1956, ભાવનગર, ગુજરાતડૉ. ઉષા ઉપાધ્યાય ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર, કવિ, સમીક્ષક અને શિક્ષણશાસ્ત્રી છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં એમ. એ. અને પીએચ. ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેમનો પીએચ. ડી.નો વિષય હતો – ‘સ્વાતંત્ર્‌યોત્તર ગુજરાતી કવિતામાં પ્રતીકઆયોજન’. તેમણે અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે તેમજ આર્ટ્‌સ ફેકલ્ટીના ડીન તરીકે સેવા આપી છે. તેઓએ એમ. ફિલ. અને પીએચ. ડી. ડિગ્રીના 60થી વધારે સંશોધકોને માર્ગદર્શન આપ્યું છે. પ્રવાસી ભારતીય સાહિત્ય અને સ્ત્રી–અભ્યાસના ક્ષેત્રે એમનું મહત્ત્વનું યોગદાન છે. તેઓ ઉત્તમ કવિ, વિદ્વાન વિવેચક, પ્રભાવક વક્તા અને સફળ ઉદ્‌ઘોષક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં લેખિકા છે. એમણે કવિતા, વિવેચન, સંશોધન, બાળસાહિત્ય અને અનુવાદના ક્ષેત્રે ચાલીસ પુસ્તકો આપ્યાં છે. તેમની કવિતાઓના અંગ્રેજી, હિન્દી, ઉડિયા, સંસ્કૃત, કન્નડ, બંગાળી વગેરે ભાષાઓમાં અનુવાદ થયા છે. એમણે સમગ્ર ભારતમાં તથા અમેરિકા, નેપાળ, થાઈલેન્ડ, કમ્બોડિયા વગેરે દેશોમાં અનેક વ્યાખ્યાનો આપ્યા છે અને કવિસંમેલનોમાં કાવ્યપઠન કર્યું છે. અનેક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં તેમના કાવ્યસંગ્રહને સ્થાન અપાયું છે. તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે : `જળબિલ્લોરી' (1998), `અરુંધતીનો તારો' (2006), `શ્યામ પંખી અવ આવ' (2013). તેમને તેમના યોગદાન બદલ અનેક પુરસ્કારો એનાયત થયા છે, જેમ કે : બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક – ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ભગિની નિવેદિતા પારિતોષિક – ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ શ્રેષ્ઠ વિવેચન પુસ્તક પારિતોષિક – ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ‘નાગરિક સન્માન’ – અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, અમદાવાદ હિન્દી ભાગીરથ સમ્માન – વિશ્વ હિન્દી સાહિત્ય પરિષદ, દિલ્હી સૌહાર્દ સમ્માન પુરસ્કાર – ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન, લખનૌ તેમણે સ્ત્રી સાહિત્યકારો અને કલાકારો માટેના આંતરરાષ્ટ્રીય મંચ ‘જૂઈ-મેળો’ની સ્થાપના કરી છે, જે સ્ત્રીઓની સાહિત્યિક અને કળાલક્ષી અભિવ્યક્તિને મુક્ત મંચ આપે છે. મો. નં. 94264 15887 email : u.upadhyay11@gmail.com

Showing the single result

  • Vishvaguru Shrila Prabhupada

    399.00

    ભારતની બહાર સૌપ્રથમ વખત શ્રીકૃષ્ણભાવનામૃતને લઈ જઈને વિશ્વભરમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવનાર શ્રીલ પ્રભુપાદ સ્વામી વીસમી સદીના સર્વોત્તમ આધ્યાત્મિક ગુરુ છે. અમેરિકા જઈને થોડાં વર્ષોમાં એમણે `ઇસ્કૉન'ની સ્થાપના કરીને કોઈ કલ્પના પણ ન કરી શકે એવાં વિરાટ કાર્યો સિદ્ધ કર્યાં હતાં. શ્રી ચૈતન્ય મહાપ્રભુના ‘હરે કૃષ્ણ' સંકીર્તનને અમેરિકાની યુવા પેઢીમાં... read more

    By Dr. Usha Upadhyay
    Category: Biography
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart