બાલાએ શરૂઆત કરી એક સૉફ્ટવૅર ઇજનેર તરીકે, પણ એમને ખબર પડી કે એમને તો કંઈક બીજું જ કરવું હતું : ઘરે રહેવું હતું, પુસ્તકો વાંચવા હતાં અને રોજ મોડે સુધી ઊંઘવું હતું. તેથી ઇજનેરી સ્નાતક થયા બાદ, તેમણે ઇતિહાસ અને અંગ્રેજીના વિષયો સાથે અનુસ્નાતક થવાનું વિચાર્યું. એમને વિજ્ઞાન નવલ, કપોળકલ્પિત, લશ્કરી ઇતિહાસ અને તમિળ રાજકારણ વિષયનાં પુસ્તકો વાંચવા ગમે છે.