
Badal Panchal
1 Book
તા. 4-3-1990ના રોજ મુંબઈમાં જન્મેલા અને ત્યાંના જ વતની બાદલ પંચાલ અભ્યાસે પૉલિમર એન્જિનિયર છે. મુંબઈની વેલજી લખમશી નપ્પૂ હાઈસ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ અને ભગુભાઈ પૉલિટૅક્નિકમાંથી પૉલિમર એન્જિનિયરિંગનો ડિપ્લોમા અભ્યાસ કર્યા બાદ આગળના અભ્યાસ માટે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી બી.ટૅક. ઇન પ્લાસ્ટિક્સ અને પૉલિમર એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. હાલમાં પૉલિમર એન્જિનિયર તરીકે સેલ્સ ઍન્ડ માર્કેટિંગમાં મુંબઈની પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. બાદલને નાનપણથી જ સાહિત્યમાં ખૂબ રસ હોવાને લીધે એન્જિનિયરિંગની સાથોસાથ સાહિત્યમાં વાર્તાઓ લખતા રહ્યા. એમનો પહેલો વાર્તાસંગ્રહ ‘છાપરા પર પાંખો' 2024માં પ્રકાશિત થયો. બાદલની મોટાભાગની વાર્તાઓ સાહિત્યિક સામાયિક નવનીત સમર્પણ, એતદ્, શબ્દસૃષ્ટિ, મમતા, પરબ જેવાં સામાયિકોમાં અવારનવાર પ્રકાશિત થતી રહી અને વાચકો તથા વિદ્વાનોનું ધ્યાન ખેંચતી રહી.
Ek Pachi Ek
₹149.00કલ્પનાની અગાસીએથી જોયેલું આકાશ કેટલું પણ સુંદર હોય પણ ત્યાં ફક્ત ઊડી શકાય, જીવી શકાતું નથી. જીવવા માટે તો પગ જમીન સાથે જોડાયેલા હોવા જોઈએ, જમીનના ખડતલપણાથી ક્યારેક પગ છોલાય, ચિરાય તો એ જ જમીનમાં ઊગેલાં ઘાસથી પાનીએ સુંવાળપ અનુભવાય; ખોડાયેલા પગ મૂળ બનીને જમીનમાં પેસે તો ક્યારેક પગ પૈડાં... read more
By Badal Panchal
Category: Latest
Category: New Arrivals
Category: Short Stories











