Ek Pachi Ek

Category Short Stories, Latest, New Arrivals
Select format

In stock

Qty

કલ્પનાની અગાસીએથી જોયેલું આકાશ કેટલું પણ સુંદર હોય પણ ત્યાં ફક્ત ઊડી શકાય, જીવી શકાતું નથી. જીવવા માટે તો પગ જમીન સાથે જોડાયેલા હોવા જોઈએ, જમીનના ખડતલપણાથી ક્યારેક પગ છોલાય, ચિરાય તો એ જ જમીનમાં ઊગેલાં ઘાસથી પાનીએ સુંવાળપ અનુભવાય; ખોડાયેલા પગ મૂળ બનીને જમીનમાં પેસે તો ક્યારેક પગ પૈડાં બનીને સરકતા જાય… આ બધું જ અનુભવતાં નજર જો આકાશની (કલ્પનાની) ક્ષિતિજ પર રમતી હોય તો આપણે જીવન (વાર્તા) જીવ્યા કહેવાઈએ. કપાળ કે હાથની રેખાઓ ભવિષ્ય ભાખી શકતી હશે, પણ વર્તમાન તો પગના ઘસારા જ જાણે છે. ‘એક પછી એક’ વાર્તાસંગ્રહની આ વાર્તાઓ પગના ઘસારાની વાર્તાઓ છે. યુવાનીની મુગ્ધતાથી લઈને સમાજના વિરોધની આ વાર્તાઓ, પાત્રો, ઘટનાઓ, સંવાદો કે પછી વાર્તાના અવકાશમાં મૂકેલું તથ્ય બધું જ તમારી સામે યથાતથા મૂકીને આમાંથી પસાર થવાનો તમને આવકાર છે. આજ સુધી ઘડાયેલી આ વાર્તાઓનું ઓસામણ તમને પોષણ અને આનંદ તો આપશે, પણ તમારો સ્વાદ કડવો કરી મૂકે તો પણ એનો આસ્વાદ અંતે તો પરિતૃપ્તિ કરાવશે એની ખાતરી છે.

SKU: 9789361975202 Categories: , , Tags: , , , , , , ,
Weight0.135 kg
Dimensions8.5 × 5.5 × 0.15 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Ek Pachi Ek”

Additional Details

ISBN: 9789361975202

Month & Year: May 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 102

Dimension: 8.5 × 5.5 × 0.15 in

Weight: 0.135 kg

તા. 4-3-1990ના રોજ મુંબઈમાં જન્મેલા અને ત્યાંના જ વતની બાદલ પંચાલ અભ્યાસે પૉલિમર એન્જિનિયર છે. મુંબઈની વેલજી લખમશી નપ્પૂ હાઈસ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ અને ભગુભાઈ પૉલિટૅક્નિકમાંથી… Read More

Additional Details

ISBN: 9789361975202

Month & Year: May 2026

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 102

Dimension: 8.5 × 5.5 × 0.15 in

Weight: 0.135 kg