ગુજરાતી ભાષામાં અનેક રહસ્યકથાઓ લખાઈ છે, પણ આ કથા રહસ્યનો એક નવો જ રંગ લઈને આવે છે.
પોતાની અલગ ઓળખ બતાવવા માટે મક્કમ એવી બાવીસ વર્ષની અત્યંત સ્વરૂપવાન કથાનાયિકા રાધા, પોતાના અમેરિકામાં રહેતાં માબાપને છોડીને અમદાવાદમાં એકલી બુટિક ચલાવે છે.
…અને કંઈક એવું બને છે કે રાધાના જીવનમાં ઝંઝાવાત આવી જાય છે.
એવું તો શું બને છે કે…
રાધા પોતાની યાદદાસ્ત ગુમાવી દે છે?
શું રાધાની પ્રિય સખીનો આ ઘટના પાછળ કોઈ હાથ છે?
કથાનાયક કિશન કેવા સંજોગોમાં રાધાને મળે છે?
…કે પછી બીજું કોઈ છે આની પાછળ?
એવું કયું રહસ્ય છે? જે રાધા જાણે છે અને ખલનાયક નથી ઇચ્છતો કે એ રહસ્ય દુનિયા સમક્ષ આવે.
એક પછી એક ઝડપથી બનતી દિલધડક ઘટનાઓના રહસ્યમય અરણ્યમાં તમારું સ્વાગત છે.































Be the first to review “Rahasyanu Aranya”
You must be logged in to post a review.