Anirudhh Brahmbhatt
1 Book / Date of Birth:- 11-11-1935 / Date of Death:- 31-07-1981
અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર અને સંપાદક હતા. તેમનો જન્મ પાટણમાં થયો હતો. 1958માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. થઈ 1960માં એ જ વિષયોમાં એમ.એ. 1959થી ડભોઈની આર્ટસ કૉલેજમાં અધ્યાપન. ત્યારબાદ બીલીમોરાની કૉલેજમાં પ્રાધ્યાપક. 1968થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર. ‘ભૂમિકા’ અને ‘કિમપિ’ના તંત્રી અને પ્રભાવક વકતા. લ્યુકેમિયાથી અમદાવાદમાં અવસાન પામ્યા. ‘ઋષિવાણી’ એ ‘અખંડઆનંદ’માં ઉપનિષદના સૂત્રને લઈને ‘પાર્થ’ ઉપનામથી એમણે લખેલી લેખમાળા છે. એમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનને સામાન્ય જનસમાજ માટે સુબોધ કરી આપવાનું વલણ છે.

Showing the single result

  • Namrup

    120.00

    નામરુપ જેનાં મૂળ ઊંચે છે અને જેની શાખાઓ નીચે છે એવા ભવ્ય ‘સનાતન’ અશ્વત્થ વૃક્ષનાં પર્ણો પણ ફૂટતાં, ફરફરતાં, ખરતાં અને નામરૂપ ત્યજીને ક્યાંક વિલીન થઈ જતાં જોઉં છું. બધું સતત બદલાતું રહે છે. ‘અશ્વત્થ’ શબ્દ જ કહે છે કે આવતીકાલે આ બધું આ રૂપે નહિ હોય. રૂપોની આ અકળ... read more

    Category: Pen Portraits
    Add to cart