ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલા ધીરુભાઈ ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપનીના સ્થાપક બન્યા. ધીરુભાઈની કથા શૂન્યમાંથી સર્જનની કથા છે. ધીરુભાઈએ પદ્ધતિસરનું ઉચ્ચ શિક્ષણ નહોતું લીધું. આમ છતાં તેમણે વેપારી કુનેહ અને સાહસિકતા દાખવી. તેના કારણે ધીરુભાઈની વેપારી કાર્યપ્રણાલી બીજા કરતાં અલગ પડતી હોય તો તેમાં નવાઈ નથી.... read more








