માનવીના મન મનની અપાર શક્તિને પિછાણી લેવાય તો માનવ જ પોતાનો સાચો સર્જક બની શકે. આવી મનની શક્તિઓને આ પુસ્તકમાં સાચા જીવંત દૃષ્ટાંતો દ્વારા પ્રમાણીત કરી તેને જીવન જીવવા માટે ઉપયોગ કરવાનું સૂચવાયું છે. મનુષ્ય પોતાની આ શક્તિને ઓળખી પોતાના જીવનને પોતાની ઇચ્છા મુજબ આકાર આપી શકશે, જીવનમાં આગળ વધી... read more
નાનકડી અનિકા ડેલહાઉસીની ટેકરી પર પોતાના ઘરની બારી પર આકાશ દોરતી. અને એક દિવસ ઘરની ત્રણ દીવાલો જુદી પડી. સેલિબ્રેટેડ પેઇન્ટર મા કલ્યાણી શ્રોફ દિલ્હી શિફ્ટ થઈ. આર્મીમાં સક્રિય બાબા મેજર રણજિત સિયાચીનનાં પહાડોમાં ગયા અને અનિકા દેહરાદૂનની સૈનિક બોર્ડિંગ સ્કૂલમાં. અનિકાની નાનકડી આંખો જોતી હતી કે સૌએ પોતપોતાની બૅગમાં... read more
કૃષ્ણની સોળ હજાર એકસો ને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.” પરંતુ... એક હતી પટરાણી સત્યભામા! જે એવું સ્પષ્ટપણે માનતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી!” આ કથા સત્યભામાની છે, જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતના ચોકમાં ઊભી રહી, આંખમાં... read more
Coffee સ્ટોરીઝ. કૉફી કે ચાના એક કપ સાથે પૂરી થઈ જતી કથાઓ. આપણી સંસ્કૃતિ કથા અને કથનશૈલીની સંસ્કૃતિ રહી છે. કથાઓ આપણી આસપાસ દરેક ક્ષણે જીવાતી જ હોય છે. ધબકતી હૂંફાળી કથાઓ, સમાજના ડરથી સંકોડાયેલી તર નીચે ઠરી ગયેલી કથાઓ, પહેલાં જ ઘૂંટડે કડવી ઝેર લાગતી કથાઓ તો એક એક... read more
અમર બાલકથાઓ ભવિષ્યનો આધાર જેના વર્તમાન પર છે, એવા બાળકો અને, એમના વિશેનું બાલસાહિત્ય માનવસંસ્કૃતિના વિકાસનું કેન્દ્ર હોય છે. જે સમાજ આ કેન્દ્રથી દૂર થાય છે તેનો ભાવાત્મક વિકાસ ક્યાંક રૂંધાઈ જાય છે. આજના વિડિયો-ગેઇમ અને કાર્ટૂન મૅગેઝિનના સમયમાં પણ બાલસાહિત્ય એટલા જ ઉત્સાહથી, ઊમળકાથી અને કુતુહલથી વંચાતું રહ્યું છે... read more
આપણે સૌ અત્યારે AIના સમયકાળમાં જીવી રહ્યાં છીએ. AIને અત્યારે આપણે તૈયાર કરી રહ્યાં છીએ, જ્યારે આવનારો સમય કદાચ એવો હશે કે માનવજાત અને AI સામેસામે હશે. અને એ સમયકાળ માટે આવતી પેઢીને તૈયાર કરવાની આજે તાતી જરૂરિયાત છે. બાળકો અનાદિકાળથી આવનારા સમયનું ભવિષ્ય જ હોય છે, પણ એ આવનારા... read more
પરમાત્માના પત્રો એટલે શું ? આ પુસ્તકનું શીર્ષક ગિજુભાઈ બધેકાના એક સુવિચાર પરથી પ્રેરિત છે. તેમણે કહેલું, “બાળક એ પરમાત્માએ માનવજાતિને લખેલો પ્રેમપત્ર છે.” પૃથ્વી પર પરમાત્માનો સંદેશો લઈને આવનારા બાળકને પરમાત્મા પોતે પત્ર લખે તો એ કેવો હોય? પોતે જ કરેલા સર્જનને તેઓ કઈ શિખામણ આપે? એ પ્રશ્નનો... read more








