કૃષ્ણની સોળ હજાર એકસો ને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.” પરંતુ... એક હતી પટરાણી સત્યભામા! જે એવું સ્પષ્ટપણે માનતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી!” આ કથા સત્યભામાની છે, જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતના ચોકમાં ઊભી રહી, આંખમાં... read more
નેવુંના દાયકામાં રાજવાડા નામના નાનકડા શહેરમાં એક યુવાન નોકરી માટે આવે છે. આ યુવાન મિત્રો સાથે પ્રતિજ્ઞા લે છે કે ત્રણ વર્ષ સુધી કોઈ સ્ત્રી તરફ નજર નહીં નાખે. આ પ્રતિજ્ઞા લીધાના ત્રણ જ કલાકમાં કૉલેજમાં ભણતી કેતકીના પ્રેમમાં પડે છે. કેતકીની સાથે રોમાન્સની મધુર યાત્રા શરૂ થાય છે. નેવુંના... read more
ભારત વિશ્વમાં એકમાત્ર એવા વિશાળ હૃદયનો દેશ છે, જેમાં અનેક ભાષાઓ, રીતરિવાજો, નાના-મોટા પંથો, ધર્મો અને સંસ્કૃતિ એકબીજાં સાથે ગૂંથાયેલાં છે. આ વિરાસતના જ્ઞાનમાર્ગ માટે દેશ અને દુનિયાની અનેક ભાષામાં સાહિત્યસર્જન થતું રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ વિશેની અનેક બાબતોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પામવાની અનોખી પરંપરા છે. સનાતન સાહિત્યનો... read more
જીવન એ બહુ જ જટિલ કોયડો છે, જેને સમજવાની અને ઉકેલવાની મથામણમાં જ એ પૂરું પણ થઈ જાય છે. જીવનના ઊબડખાબડ અનુભવોમાં પસાર થતાં હોઈએ ત્યારે આપણે હંમેશાં એવી કલ્પનાઓમાં હોઈએ છીએ કે... એક દિવસ તો સુખ પામીશું… એક દિવસ તો સારો ઊગશે… એક દિવસે બધાએ આપણો ડંકો માનવો પડશે...... read more
ધરતી પરનું સ્વર્ગ એટલે ઘર. ધરતીનો છેડો એટલે ઘર. ઘર એટલે સલામતી, પ્રેમ, હૂંફ. પણ એ જ માટીના ઘરના નેવેથી ટપ ટપ આંસુ ચૂવે છે અને દીવાલો પરથી ઉના નિશ્વાસના પોપડા ખરે છે. હૂહૂકાર કરતું વાવાઝોડું ફૂંકાય છે ત્યારે માટીના ઘરની દીવાલો ધસી પડે છે, ને જેણે એક દિવસ શરણાઈના... read more








