આમિર ખાનનું સૂપરહિટ મૂવી ૩ Idiots યાદ છે? તેમાં એક સ-રસ વાત હતી…. જીવનમાં તકલીફો, મુશ્કેલીઓ, મૂંઝવણો અને પડકારો તો રહેવાના જ…. આવા સમયે દરવખતે માથું પકડીને નિરાશ બેસી ન રહેવાય. આવા સંજોગોમાં તો મનને All ઈઝ Well કહીને થાબડવાનું, મનાવવાનું, સમજાવવાનું… આવું કરો એટલે તમારા મનને તરત સારું લાગે,... read more
અલ્પવિરામથી પૂર્ણવિરામ સુધી પહોંચવાની આ વાતો છે. એશિયન સાંસ્કૃતિક પરંપરામાં જીવનમાં કુટુંબ હાર્દરૂપ છે. સંયુક્ત પરિવારો આપણી પરંપરા છે. પરિવારોમાં એક છત્ર હેઠળ રહીએ કે દૂર, પરંતુ વડીલોની રાહબરી, વાત્સલ્ય સદાય વરસતાં જ રહે છે અને આવું જ આપણા મિત્રમંડળ સાથે પણ બનતું હોય છે. આમાં મનદુઃખ, રીસ, ગુસ્સો, ઉપેક્ષા,... read more
પરમાત્માના પત્રો એટલે શું ? આ પુસ્તકનું શીર્ષક ગિજુભાઈ બધેકાના એક સુવિચાર પરથી પ્રેરિત છે. તેમણે કહેલું, “બાળક એ પરમાત્માએ માનવજાતિને લખેલો પ્રેમપત્ર છે.” પૃથ્વી પર પરમાત્માનો સંદેશો લઈને આવનારા બાળકને પરમાત્મા પોતે પત્ર લખે તો એ કેવો હોય? પોતે જ કરેલા સર્જનને તેઓ કઈ શિખામણ આપે? એ પ્રશ્નનો... read more
જ્યારે કચ્છ વિશે વિચારું છું, ત્યારે મન આનંદથી ભરાઈ જાય છે. કેવો અદ્ભુત કચ્છનો ગૌરવશાળી ઇતિહાસ, અદ્ભુત લોકજીવન, પરંપરાઓને જીવંત રાખતા અહીંના માનવીઓ, વિશાળ ભૂમિનાં આશ્ચર્યમાં નાખી દેતાં સ્વરૂપો! અહીંના લોકોને ઈશ્વર અને માનવજાત ઉપર એટલો વિશ્વાસ કે છેતરાઈ જાય ત્યાં સુધી બોલે પણ નહીં. અન્યાય સામે પ્રતિકાર ન કરે.... read more































