Rasikba Kesariya
3 Books
બહુપ્રતિભાસંપન્ન કુ. રસિકબા હેમુદાન કેસરિયા ફૅશન ડિઝાઇનર છે. મા સરસ્વતીની એમના પર કૃપા છે. લેખન અને વક્તૃત્વ પર એકસરખી મહારથ ધરાવતાં રસિકબા કેસરિયાએ ‘હરિરસ વિવરણ’, ‘ભક્તામર સ્તોત્ર’, ‘હનુમાનચાલીસા : સફળતાનો મંત્ર’, ‘મહાપરાક્રમી સ્વાતંત્ર્યવીર સાવરકર’ જેવાં પુસ્તકોનું સર્જન કરેલું છે. રાષ્ટ્ર, સંસ્કૃતિ અને સમાજ પ્રત્યે સંવેદના અને સેવા એમને વારસામાં મળેલાં છે. જન્મજાત આ સંસ્કારના કારણે એમણે અનેક પ્રકારનાં સેવાકીય તેમજ સાંસ્કૃતિક કાર્યો પણ કર્યાં છે – જેમકે ભૂજ અને કચ્છ જિલ્લાનાં પાંચ સ્થાનો પર 1111 દીવડા દ્વારા જળાશયો પાસે દીપોત્સવ પરંપરા શરૂ કરી. ભૂજિયા કિલ્લા પર 108 મકરધ્વજ ફરકાવી દશેરા શસ્ત્રપૂજનનો લોકોત્સવ શરૂ કરાવ્યો હતો. વર્ષ-2017થી શહીદોને શબ્દાંજલિ કાર્ય 23 માર્ચે શરૂ કરાવ્યું. સેવાકાર્ય માટે વૈચારિક જાગરણ માટે પ્રતિબદ્ધ ‘જનકબા સેવા સંસ્થાન’નાં રસિકબા કેસરિયા અધ્યક્ષ છે.

Showing all 3 results

  • Mahaparakrami Swantantryaveer Savarkar

    250.00

    મહાપરાક્રમી સ્વાતંત્ર્યવીર સાવરકર… મા ભારતીના પરમ ઉપાસક! સ્વતંત્રતાના આરાધક. અંગ્રેજ સલ્તનત સામે જેણે ક્રાંતિજંગ આદર્યો હતો… આઘાત-પ્રત્યાઘાતોને જેણે હસતા મુખે પચાવ્યા. માનવમાત્રને અને તેમાંય અસ્પૃશ્ય બાંધવો માટે જીવન ખર્ચ્યું. કઠણ કાળજું હોવા છતાંય પુષ્પ જેવા કોમળ હૈયે જીવનને જીવી ગયા… આંદામાનની કાળકોટડીમાં યુવાનીની બલી આપનાર વીર સાવરકર સ્વયં એક પ્રેરણા... read more

    Category: 2022
    Category: Autobiography
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
    Add to cart
  • Shakticharitra

    150.00

    ભારતની ધરતીના કણેકણમાં શક્તિ અનેક રૂપે વિદ્યમાન છે. એથી પણ વિશેષ કવિરાજોએ શક્તિનાં ઠેકાણાં દર્શાવતાં અનેક કવિતો રચ્યાં છે, જ્યાં સતત સરસ્વતીની ઉપાસના થાય છે, જ્યાં શક્તિએ અનરાધાર વરસીને સમયે સમયે અવતાર ધારણ કર્યો છે. ચારણ જગદંબાઓનાં શૌર્ય અને વાત્સલ્યને જ્યારે સમાજે એકસાથે જોયાં પછી તે જગદંબાઓ કુળદેવી બની, કરદેવી... read more

    Category: 2023
    Category: Biography
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023
    Add to cart
  • Swami Vivekanandni Najare Matrushakti

    150.00

    ભારત રાષ્ટ્રનો પ્રાણ માતૃશક્તિ છે. લગભગ એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે વિદેશ જઈને ડંકાની ચોટે કહ્યું હતું કે, ભારતની સ્ત્રીઓનું શીલ, ચારિત્ર્ય, મર્યાદા, નિખાલસતા, ભોળપણ અને કર્તવ્યનિષ્ઠા વિશ્વના અન્ય કોઈ દેશની મહિલાઓમાં દેખાઈ નથી. કોઈપણ રાષ્ટ્રનો નારીવાદી અંગેનો આદર્શ વિચાર ફક્ત તે રાષ્ટ્રના સમગ્ર જીવન સંદર્ભે જ સમજી શકાય. જો... read more

    Category: 2023
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023
    Add to cart