Poornima Mahipatram Dave (Dr.)
1 Book
પૂર્ણિમા મહિપતરામ દવેનો જન્મ, શિક્ષણ અને કારકિર્દી મુંબઈમાં થયા હતા. 1966માં તત્ત્વજ્ઞાનના વિષય સાથે B.A. અને 1968માં M.A.ની ડિગ્રી મેળવી. 1968થી 2006 તેમની 38 વર્ષની શિક્ષણ કારકિર્દી દરમિયાન 1980-2006 સુધી તેઓ પાર્લે કૉલેજના તત્ત્વજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ રહ્યાં. તેમણે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે લૉજિક વિષય પર અને B.A., B.Com., B.Sc.ના વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશન કોર્સનાં પાઠયપુસ્તકો લખ્યાં છે. મુંબઈ યુનિવર્સિટીમાં તત્ત્વજ્ઞાન વિષયમાં અનુસ્નાતક વ્યાખ્યાતા હતાં. પાર્લે કૉલેજમાંથી નિવૃત્ત થયાં પછી તેમની મુંબઈ યુનિર્વસિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં ઍડ્જંક્ટ ફૅકલ્ટી તરીકે નિમણૂક થઈ. વલ્લભ વેદાંત કોર્સના કૉ-ઑર્ડિનેટર પણ રહ્યાં. `સ્વામિનારાયણ વેદાંત' વિષય પર તેમણે Ph.D.ની ડિગ્રી મેળવી. તેમના સાહિત્ય અને સામાજિક વિષયક લેખો અખબારોમાં તથા તેમના કાર્યક્રમો આકાશવાણી પર નિયમિતપણે પ્રગટ થતા રહ્યા છે. રામાનુજનું તત્ત્વજ્ઞાન, મધ્વનું તત્ત્વજ્ઞાન, નિંબાર્કનું તત્ત્વજ્ઞાન, પશ્ચિમનું તત્ત્વજ્ઞાન અને પૂર્વનું તત્ત્વજ્ઞાન – તેમની આ પાંચ પરિચય પુસ્તિકાઓ પરિચય ટ્રસ્ટ હેઠળ અને ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત સ્ત્રી-પુરુષ મર્યાદા અને શ્રી ગુરુચરણે આ બે પુસ્તિકાઓ સ્વામિનારાયણ અક્ષરપીઠે પ્રકાશિત કરી છે. અનુવાદિત પુસ્તકોની સૂચિ (અંગ્રેજીમાંથી ગુજરાતી): વિરલ વિજ્ઞાનમનીષીઓ, વંદનીય વિચારમનીષીઓ અને અનોખા અધ્યાત્મમનીષીઓ (લેખકઃ હેન્રી થોમસ અને દાના લી થોમસ) રામસેતુ (લેખકઃ સુબ્રમણ્યમ્‌ સ્વામી) જૈનધર્મ અને અભિનવ અધ્યાત્મ (લેખક : વસ્તુપાલ પરીખ, કૅનેડા) સ્વપ્નથી વાસ્તવિકતા પ્રતિ: ડૉ. . પી. જે. અબ્દુલ કલામનું જીવનચરિત્ર (લેખકઃ શ્રીનિવાસલક્ષ્મણ) સંન્યાસી જેમણે પોતાની સંપત્તિ વેચી નાખી (લેખકઃ રોબિન શર્મા (મરાઠીમાંથી ગુજરાતી) નવલથા: એક પુરુષાર્થની (નવલમલ ફિરોદિયા, ઉદ્યોગપતિ, બજાજ ટેમ્પો) (લેખક : રાજા મંગળવેઢેકર). તેમણે સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિષયોમાં શોધનિબંધો લખ્યા છે અને તે સામાયિકોમાં તથા ગ્રંથોમાં છપાયા છે. રાષ્ટ્રીય અને આંતર્‌રાષ્ટ્રીય એથેન્સ 2013; અને બીજીંગ, ચીન 2018) પરિષદોમાં શોધનિબંધો રજૂ કર્યા. આ બંને પેપર્સનો Proceedingsમાં સમાવેશ થયો. અખિલ ભારતીય દર્શન પરિષદના 64મા અધિવેશનમાં મહિલા પ્રતિભાગી દ્વારા પ્રસ્તુત સર્વશ્રેષ્ઠ આલેખ, `Philosopher King (Plato) & Sthitaprajna (Gita)' માટે રૂા. 5100/- અને પ્રમાણપત્ર પ્રદાન થયાં હતાં. (2019). વિદ્યાર્થી અવસ્થા દરમિયાન તેઓ શ્રીયોગીજી મહારાજની પ્રવૃત્તિ તરફ આકર્ષાયાં. શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નેજા હેઠળની વિવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તથા અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત કેટલીક દૃશ્ય-શ્રાવ્ય કૅસેટોના પ્રકાશનમાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું. હાલ `A Hermeneutic Study of Vachanamrtam' તેમનો શોધનિબંધ Indian Coucil of Philosophical Research (New Delhi) દ્વારા પુસ્તક રૂપે પ્રકાશિત થયો (2023) અને તેનું વિમોચન પ.પૂ. મહંતસ્વામીના વરદહસ્તે પ.પૂ. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના અવસર પર થયું. મહિલા વિભાગના કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબહેન પટેલે વિમોચન કર્યુ.

Showing the single result

  • Sadbhavana

    350.00

    ધર્મ, સમાજ અને સંસ્કૃતિની બાબતોમાં આજે કોલાહલ પ્રવર્તે છે. દરેક લોકો પોતપોતાની વ્યાખ્યા કરીને આપણી ઉપર થોપી દેવાનો પ્રયત્ન કરતાં હોય છે. ભારતીય સંસ્કૃતિમાં ધર્મનો અર્થ કોઈ ચોક્કસ પ્રકારની પૂજા કે સાંપ્રદાયિક પંથ એવો નથી. ધર્મનો અર્થ છે જીવનશૈલી. વ્યક્તિ અને સમાજ બંનેને દૃષ્ટિમાં રાખીને જીવન જીવો એ આચારસિદ્ધાંતને ધર્મ... read more

    By Poornima Mahipatram Dave (Dr.)
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart