Jyoti Unadkat
5 Books
સત્યાવીસ વર્ષથી પત્રકારત્વ અને લેખન સાથે સંકળાયેલાં છે. મૂળ માણાવદર ગામ, છેલ્લાં તેર વર્ષથી અમદાવાદ સ્થાયી થયાં છે. કેમેસ્ટ્રી અને માઇક્રોબાયૉલૉજી સાથે ગ્રૅજ્યુએશન અને માસ્ટર ઇન જર્નલિઝમ ઍન્ડ માસ કૉમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. 1996માં રાજકોટથી પત્રકારત્વની કરિયરની શરૂઆત `ચિત્રલેખા' મૅગેઝિન સાપ્તાહિક સાથે શરૂ કરી. સતત ચૌદ વર્ષ સુધી `ચિત્રલેખા'ની રાજકોટ, વડોદરા, સુરત તેમજ અમદાવાદ ઑફિસમાં પત્રકાર અને કટારલેખક તરીકે કામ કર્યું. અભિયાન મૅગેઝિન, સંદેશ ડિજિટલ તથા ગુજરાત ફર્સ્ટ વૅબસાઇટના એડિટર રહી ચૂક્યાં છે. ખબરછે ડોટ કોમ, કોકટેલ ઝિંદગી, કલકત્તા હલચલ માટે ફ્રીલાન્સ રાઇટિંગ કર્યું છે. ચિત્રલેખામાં વાચા નામની કૉલમ લખતાં. એકમેકનાં મન સુધી, તારે મન મારે મન જેવી તેમની કૉલમ પારિવારિક અને સ્ત્રીઓની સંવેદનાને સ્પર્શે તેવી રહી છે. આ કૉલમનાં બે પુસ્તકો વાચા અને તારે મન મારે મન નામથી પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. કલમનો કૌશિક શીર્ષક સાથે તેમનું સંપાદન પણ પ્રકાશિત થયું છે. ક્રિએટીવ ફિલ્ડના જાણીતી હસ્તીઓનાં જીવનસાથી સાથેની મુલાકાતની તેમની કૉલમ સર્જકનાં સાથીદાર એક અલગ ઓળખ બની છે. ગોધરાકાંડ, અક્ષરધામ આતંકવાદી હુમલો, કચ્છનો ધરતીકંપ.... જેવા અનેક પડકારજનક રિપોર્ટિંગ તેમની ઓળખ છે. ગોધરામાં સાબરમતી ટ્રેન પર હુમલો થયો એ પછીના તેમના ગોધરા વિશેનું રિપોર્ટિંગ તેમની ખાસ ઓળખ બન્યું છે. સૌથી વધુ વખત ગોધરા જઈને તેમણે સચોટ રિપોર્ટિંગ કરીને એક જુદી ઓળખ મેળવી છે. તેઓ ન્યૂઝ ચૅનલ પર પોલિટિકલ ડિબેટમાં નિયમિત આવતાં રહે છે. તેમને નારદ ઍવૉર્ડ અને ઉદ્ગમ ટ્રસ્ટ તરફથી ઍવૉર્ડ એનાયત થયા છે. ગુજરાત મીડિયા ઍવૉર્ડ સંસ્થા તરફથી તેમને સ્પેશિયલ જ્યુરી ઍવૉર્ડ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનાયત કરાયો હતો. અમેરિકન કૉન્સ્યુલેટ તરફથી તેમને International Visitors Leadership Program (IVLP) તરફથી અમેરિકાની વિઝિટ માટે નિમંત્રિત કરાયાં હતાં. આખા ભારતમાંથી 2017ની સાલમાં આ પ્રોગ્રામમાં સામેલ થનારાં એ એકમાત્ર મહિલા પત્રકાર હતાં, જેમાં તેમણે અમેરિકાનાં પાંચ સ્ટેટની મુલાકાત લીધી હતી. રિપોર્ટિંગ માટે તેમણે અનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે. મલેશિયા, તાન્ઝાનિયા, ઝામ્બિયા, થાઇલૅન્ડ, હોંગકોંગ, દુબઈ, કેન્યા વગેરે દેશોમાં જઈને તેમણે રિપોર્ટિંગ કર્યું છે. તેમના જીવનસાથી કૃષ્ણકાંત ઉનડકટ ગુજરાતી ભાષાના બહુ જ જાણીતા અને લોકપ્રિય કટારલેખક છે.
Social Links:-

Showing all 5 results

  • Aagno Ajampo

    275.00

    ‘આગનો અજંપો’ ગોધરાકાંડની અગનજ્વાળામાંથી ઊઠેલી એવી નવલકથા છે જે વાચકોને સંબંધો, આધ્યાત્મિકતા, સંવેદનાથી માંડીને બદલાની આગના અજંપા સુધી લઈ જાય છે. આ કથાનું દરેક પાત્ર સંપૂર્ણતા સાથે જીવે છે. અહીં એક એવી સંવેદનાસભર સફર છે, જેની પીડા – ખુશી તમને ક્યાંક તો સ્પર્શી જ જશે. વર્તમાનમાં જીવો અને કર્મ કર્યે... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Category: September 2023
    Add to cart
  • Ha Hu Bhagvan Chhu!

    250.00

    હા, હું ભગવાન છું! નવલકથા એક સાઇકોલૉજિકલ થ્રીલર છે. નાયક પોતે સર્જક-લેખક, કવિ, સ્પીકર છે. સર્જકની દુનિયાના સર્જનહાર સાથે લડાઈ છે. ઉત્તમ કક્ષાના સર્જક સામે એનાં જ અનેક સર્જનો સવાલો કરવા માંડે ત્યારે શું થાય? શું થઈ શકે? મન અને મગજ વચ્ચે ખેલાતું દ્વંદ્વ જકડી રાખે એ રીતે આ નવલકથામાં... read more

    By Jyoti Unadkat
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Add to cart
  • Sarjakna Sathidar

    300.00

    સર્જન કોઈપણ હોય, એ સર્જનની પ્રક્રિયામાં સર્જક ઉપરાંત તેમનાં જીવનસાથીનું અનોખું યોગદાન હોય છે. સ્ટેજ પરના કલાકારો દેખાતા હોય છે પણ બૅકસ્ટેજ પર કામ કરતા લોકોને ઘણી વખત વિસરાઈ જવાતા હોય છે. આ પુસ્તક એવી વ્યક્તિ પર ફેંકાયેલો પ્રકાશ છે, જે સર્જકને સર્જન માટે સજીવન રાખે છે. સર્જકના લાડકોડ નિભાવે... read more

    Category: 2023
    Category: August 2023
    Category: Interviews
    Category: Latest
    Add to cart