Jai Vashi (Dr.)
3 Books
શિક્ષક તરીકે પોતાની કારકિર્દી શરૂ કર્યા બાદ ડૉ. જય વશીએ સાહિત્ય ક્ષેત્રે પણ પગરવ માંડ્યા. ‘ગુજરાત ગાર્ડિયન’માં સૌપ્રથમ એમણે કૉલમિસ્ટ તરીકે શરૂઆત કરી હતી. ત્યારબાદ વક્તા તરીકે જુદા જુદા વિષયો ઉપર એમણે વ્યાખ્યાનો શરૂ કર્યાં. શ્રોતા તરફથી એમને અપ્રતિમ પ્રેમ મળતો ગયો, જેના પરિણામે આજદિન સુધી જુદા જુદા વિષયો ઉપર એ 600થી વધુ વ્યાખ્યાન આપી ચૂક્યાં છે. શિક્ષણવિદ તરીકે ગુજરાતનાં હજારો શિક્ષકોને એમણે તાલીમ પણ આપી છે. વાંચનનો જીવ છે. ‘પરબ’ નામની સંસ્થા ચલાવે છે, જેનો ઉદ્દેશ યુવા પેઢીને ગેરમાર્ગે જતી અટકાવી એક ઘરને એક સુંદર સંતાન આપવાનો છે. ખાસ કરીને મૃતઃપાય અવસ્થામાં આવેલા લાઇબ્રેરી કલ્ચરને ફરી જીવંત કરવા માટે એ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. ‘પરબ’ સંસ્થા થકી એમણે હજારો યુવાનોને વ્યસનમાંથી ઉગારીને પુસ્તકો વાંચતાં કર્યાં છે. એમણે યુવાનોને વાંચનનું ઘેલું લગાડ્યું છે. ‘ગાંધીની વ્યથા’ અને ‘રિટર્ન ચૅક’ એમના સફળ રહી ચૂકેલાં નાટકો છે, જેમાં એમણે લેખક અને દિગ્દર્શકની ભૂમિકા ભજવી છે. અગાઉ એમનાં બે પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. એમનું પ્રથમ પુસ્તક ‘દોસ્તાર, સુખનું સરનામું’ બેસ્ટસેલર રહી ચૂક્યું છે, જેને યુવાપેઢીએ ખૂબ જ વખાણ્યું છે. એમના બીજા પુસ્તક ‘હયાતીનાં હસ્તાક્ષર’ બદલ એમને Indian Prime Author Awards 2021થી નવાજવામાં આવ્યા હતા. તેમજ ભારતના શિક્ષણજગતનું માતબર મૅગેઝિન એડ્યુ મિરર દ્વારા Top 50 Educators of India 2022ના ઍવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે. એમનાં બંને પુસ્તકોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. હાલમાં એમના લેખ ‘સંદેશ’માં પ્રગટ થઈ રહ્યાં છે, જેને વાચકો દ્વારા ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. પોતે એક સારા વાચક છે. અભ્યાસુ જીવ હોવાથી સતત નવા નવા વિષયોનો એ અભ્યાસ કરતા રહે છે. સોશિયલ મીડિયામાં હજારો ફૉલોઅર્સ ધરાવે છે. એમની પાસે એમનો એક ચોક્કસ વાચક વર્ગ છે. ડૉ. જય વશી યુવાવર્ગના પ્રિય લેખકોમાંના એક છે.

Showing all 3 results