આપણે ઘણીવાર જોઈએ છીએ કે અમુક માણસ પાસે બધી જ સગવડ હોવા છતાં સુખ અને શાંતિથી દૂર હોય છે. જ્યારે એવા લોકો પણ છે જેની પાસે કશું જ નથી, પરંતુ એમના ચહેરા ઉપર સ્મિત અને મનમાં અપ્રતિમ શાંતિ જોવા મળે છે.
આવું કેમ બનતું હશે ?
શું તમને પણ આવો અનુભવ થાય છે?
આપણે બધા ક્યાંક ને ક્યાંક સગવડને સુખ માની બેઠા છીએ. આપણે એ ભૂલી ગયા છીએ કે સગવડથી મળે છે એ વાસ્તવમાં સુખ નથી, એ તો સુખી હોવાનો માત્ર ભ્રમ છે, જે તકવાદી અને તકલાદી બંને છે.
તો, ખરું સુખ કેવી રીતે અનુભવી શકાય?
જિંદગીને જાણવામાં અને જીવવામાં રાહત આપે તેવાં સુંદર લેખો આ પુસ્તકમાં સમાવાયા છે. તમારા જીવન સાથે જોડાયેલી નાની નાની બાબતોથી કેવી રીતે ઊર્જા પ્રાપ્ત કરીને સાચા સુખની દિવ્ય અનુભૂતિ કરી શકાય એ માટે આ પુસ્તકના લેખો તમને દિશા ચીંધશે.
આપને સુખની દિવ્ય અનુભૂતિ મુબારક.
Be the first to review “Sukhni Divya Anubhooti”
You must be logged in to post a review.