Hardik Nayak
1 Book
હાર્દિક નાયક છેલ્લાં 28 વર્ષથી ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ તરીકે કાર્યરત છે. નવસારીમાં 1994થી શરૂ કરેલ વ્યવસાયિક કારકિર્દીથી તેઓ આજે દક્ષિણ ગુજરાતમાં એક જાણીતું અને પ્રતિષ્ઠિત નામના ધરાવે છે. રોકાણકારોને પ્રામાણિક માર્ગદર્શન દ્વારા સમૃદ્ધિના માર્ગે વાળી શકાય અને ટકાવી શકાય એવી દૃઢ માન્યતા તેઓ ધરાવે છે. છેલ્લાં 28 વર્ષમાં એમણે 1000થી પણ વધુ રોકાણ વિશે જાગૃતિ માટેના સેમિનારો કર્યા છે. એક સામાન્ય પરિવારમાંથી આજે સમૃદ્ધ પરિવાર સુધી પહોંચેલા શ્રી હાર્દિક નાયક પોતે અનુભવી રોકાણકારો પાસેથી શીખેલું બધું જ જ્ઞાન રોકાણકારોમાં હંમેશાં વહેંચતા રહે છે. વિવિધ પ્રકારના લાંબાગાળાના રોકાણકારો માટે નાણાકીય આયોજન કરવા મિલિયોનેર ક્લબ, બિલિયોનેર ક્લબ, હેલ્ધી-વેલ્ધી હેપ્પી ફૅમિલી, ઘરની મૂનિમજી જેવા કૉન્સેપ્ટોની રચના શ્રી નાયકે કરી છે, જેનું રોકાણકારો બખૂબી અમલ કરી સમૃદ્ધિના માર્ગે આગળ વધી રહ્યા છે. ખૂબ સારા વાચક અને વક્તાની છાપ ધરાવતા, શ્રી નાયક વર્ષોથી પોતાની કંપનીમાંથી રોકાણકારો માટે પ્રસિદ્ધ થતું માસિક સમાચાર પત્ર તેમજ અન્ય માધ્યમોમાં પોતાના વિચારો અને સુઝાવો નિયમિતરૂપે લખતા રહ્યા છે. હવે આ પુસ્તક તેમજ અન્ય બીજાં 5 પુસ્તકો થકી લેખક તરીકે પણ ઊભરી રહ્યા છે

Showing the single result

  • Paisani Kheti

    125.00

    મબલખ નાણાં કમાવાની જાદુઈ ટૅક્નિક આપણને એટલે કે ગુજરાતીઓને બે કામમાં સૌથી વધુ સમજણ પડે : ખેતી અને પૈસા. આ બંને આપણા જિન્સમાં જ છે. તમે કદી વિચાર્યું છે કે આપણે જેવી રીતે ખેતી વિશેની ઝીણીઝીણી બાબતો દ્વારા સમૃદ્ધ પાક લેવાનું શીખી ગયાં છીએ તેવી જ રીતે પૈસાની પણ ખેતી... read more

    Category: 2023
    Category: Finance
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2023