તમારા નિબંધો અને ગદ્યથી હું પરિચિત છું. સંસ્કૃત અધ્યયનમાંથી પ્રાપ્ત સજ્જતા તેમાં દેખાય છે. એટલે તો તમને વડોદરાના કારાગારમાં (20 ઑક્ટોબર, 1976) પત્રમાં લખ્યું હતું કે સરસ્વતી હંસારુઢા ગણાય છે, પણ આપણા જમાનામાં તો તેનું નિવાસસ્થાન કારાગાર છે. તમે બહાર નીકળશો ત્યારે એકાદ નવલકથા, બે નિબંધસંગ્રહો અને નોંધપોથી લઈને જ... read more
કાળભગવાનની આરતી... ‘સાંઈરામ’ એટલે એકવીસમી સદીના હાસ્યનું રામરાજ્ય, શ્રોતાઓને પોતાની વાતમાં તાણી જાય પણ તણાઈ જવા ન દે! એમની પાસે નવરસમાં ઘૂંટાતી અનુભવવાણી છે. એનો ધર્મ હાસ્યધર્મ છે. એ એની ચામડી પૂરતો મર્યાદિત નથી. એના શ્વાસ અને આત્મા સુધી પહોંચેલો છે. એ બેસે ત્યાં સ્ટેજ અને બોલે ત્યાં સ્મિત! અહીંયા... read more
સાલ 1980માં મેં ‘ઝબકાર’ કૉલમ શરૂ કરી હતી. મૂળભૂત રીતે હું ટૂંકી વાર્તાનો લેખક એટલે સમાજાભિમુખ ન હોવા છતાં ધીરેધીરે એ કૉલમે સત્યઘટના અને પાત્રોની પોતાની તથ્યાત્મકતા વચ્ચેનું સાવ ટૂંકી વાર્તા નહીં અને સાવ માહિતી કે ચરિત્રલેખ પણ નહીં એવું કોઈ વિશિષ્ટ સ્વરૂપ આપોઆપ પકડી લીધું. એને ચરિત્રલેખોનું માન મળવા... read more